________________
: અવિષ્ય
ભારતનું ભવિષ્ય
૨૦૩ આગમન તે જ ભારતવાસીઓની અનેક નિરાશાઓમાં છુપાયેલી એક માત્ર અમર આશા છે!”
એમ કહીને સેનાપતિએ પાસું બદલ્યું. અનુચરે વિજન અને ચામર ઢળવા લાગ્યા. પ્રભાત ગભરાઈને કહેવા લાગ્યો કે, “શી આજ્ઞા છે? કહે. જે આજ્ઞા અત્યારે તમારા મુખમાંથી બહાર પડશે, તેનું હું યથાર્થ પાલન કરીશ.”
બહુ જ મૃદુ સ્વરથી સેનાપતિએ શ્વાસ લઈને કહેવા માંડ્યું કે, “મારે બીજે ઉપદેશ એ છે કે, હું એક ભલામણ પત્ર લખી આપું છું, તેની સહાયતાથી મહારાજા નંદકુમારને બંધનમુક્ત કરવાનો પ્રયત્ન કરશે. કારણ કે, ઓરીસામાં અમે વિજય મેળવ્યા પછી મહારાજાને તાડે મોકલી આપવામાં આવ્યા છે. મહારાજાને પોતાપાસે બોલાવીને ઓરીસાનું રાજ્ય તેમને હાથોહાથ પાછું સોંપી દેવાની મારી ઇચ્છા હતી, પરંતુ
જહાજપુરના વિજયી સમિકેની ભૂલથી હું તેમ કરી શકયો નહિ. હવે રાજય મળવું તે દુર્લભ છે, પણ તમે તેમને બંધનમુક્તિ મેળવી આપજે.”
બરાબર શક્તિ ન હોવાથી સેનાપતિ શ્રમિત થવાથી મૌન ધારી પડી રહ્યો અને થોડી વાર વિશ્રાંતિ લીધા પછી પાછો બોલ્યો કે, “ઓરીસામાં અત્યારે પ્રબંધકર્તા કોઈ પણ રાજા નથી. યવન સૈનિકે મહાઅત્યાચારી, નિર્દય અને જડ પ્રકૃતિના છે. મેં સેનાના વિશેષ ભાગને તો આવતી કાલે જ ઓરીસા છોડીને ચાલ્યા જવાની આજ્ઞા આપી દીધી છે. રાજ્યમાં શાંતિ રાખવા માટે જે થોડા ઘણુ સૈનિકે અહીં રહેવાના છે, તેમના નાયકની પદવી જ્યાંસુધી બાદશાહનો કાઈ બીજે હુકમ ન આવે, ત્યાંસુધી તમે જ ધારણ કરો અને ઓરીસા રાજ્યનું ન્યાયપૂર્વક શાસન કરે.”
એના પ્રત્યુત્તરપે હસ્તદ્વય જોડીને અને વિનીત ભાવથી પ્રભાતે કહ્યું કે, “બંધે! આપની સર્વ આજ્ઞાઓ મને શિરસાવદ્ય છે; પરંતુ માત્ર આ કાર્યથી મને મુક્ત રાખો, તે મહા કૃપા. ઉત્કલ રાજ્ય-ઓરીસાના સ્વાતંત્ર્યનું રક્ષણ કરવાની દેવતા સમક્ષ દઢ પ્રતિજ્ઞા કરીને મેં હસ્તમાં શસ્ત્રાસ્ત્ર ધારણ કરેલાં હતાં, પરંતુ દુર્દેવવશાત્ યુદ્ધમાં મારો પરાજય થયો છે. એટલે અંગેશ્વર યવન રાજ્યકર્તાના પ્રતિનિધિરૂપે એરીસાનું શાસન કરવું, એ મારામાટે ઉચિત નથી. એવી સ્વાર્થપરાપણુતા અને વિશ્વાસઘાતકતાના ભાગી થવાની મારી અને ભાવના નથી. ભ્રાતા! મને ક્ષમા કરો!!”
“ભાઈ! હું સમજો. તમારું હદય ખરેખર વીરનું જ છે. હવે હું એ કાર્ય કરવા માટે આગ્રહપૂર્વક તમને કહીશ નહિ. મારે હજી તમને બે કે ઘણું ઘણું વાત કહેવાની છે, પણ એમ જણાય છે કે, બધી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com