________________
ઉપસંહાર
૨૧૩
યેલું હતું. જે ભારતવર્ષ ધનસંપત્તિ તથા ધાન્યસંપત્તિથી એકવાર સમૃધ્ધ હતું, તે જ ભારતવર્ષ નાદિરશાહ જેવા લૂટારાઓના અત્યાચારોથી કંગાલ અને ભૂખમરાથી બેહાલ થઈ ગયું હતું. જે ભારતવર્ષના નીચમાં નીચ જાતિના લોકે પણ દેવવાણી–સંસ્કૃત ભાષા–ચમાત્ર પણ સંકે વિના મુક્ત કંઠે બોલી શકતા હતા અને જે ભાષાનું જ્ઞાનોત્પાદક ગ્રંથભંડાર અખૂટ હતા, તે સંસ્કૃત ભાષાને મુસલ્માન સત્તાકાળમાં બહુધા અસ્ત થયો હતો, એટલું જ નહિ, પણ અકબર જેવા એકાદ બે ગ્ય બાદશાહને બાદ કરીએ, તે અન્ય મુસલમાન બાદશાહોના હાથે અલૌકિક અને દુષ્પાપ સંસ્કૃત ગ્રંથભંડારને નાશ થયા હતા, કે જે બોટને ખાડે કદાપિ પૂરાય તેમ નથી જ. પરંતુ અંતે કાળાપહાડના પશ્ચાતસૂચન અનુસાર પશ્ચિમ દિશામાંથી નવીન શ્વેતસત્તારૂ૫ વર્તમાન બ્રિટિશ સત્તાનો પ્રકાશ આવ્યો અને તે સાથે ભારતવર્ષની પૂર્વકથિત દુર્દશાનો પણ બહુ અંશે અંત આવ્યો. આજે આપણે હિન્દુ મુસલ્માન આદિ સર્વ દેશબાંધો પરધર્મ સહિષ્ણુતા, વિદ્યા, સંપશીલતા, એકતા અને અખિલ શાંતિ આદિને નિર્ભયતાથી ઉપભેગ કરી શકીએ છીએ, તે એ મહા પ્રતાપી બ્રિટિશ સત્તાનું જ પરિણામ છે. એટલા માટે એ પરમ પુણ્યશાલિની બ્રિટિશ સત્તાની ચિરંજીવિતાને ઈચ્છી અને એ સત્તાના
ગે ભારતવર્ષની અધિક ઉન્નતિ થવાની શુભ આશા રાખી અમે અમારી પ્રસ્તુત ઐતિહાસિક નવલકથાની નિમ્ર સંપસૂત્ર સહિત પૂર્ણાહુતિ કરીએ છીએ:
દેશી વિદેશી પુષ્પ જયમ એકત્ર વસતાં બાગમાં દેશી વિદેશી સત્યશીલ તેમ વસજો રાગમાં, સંગે રહી સંપે વસી જે કાર્ય થાશે ભારતે; અનુભવ થશે શું સખ્ય છે સંપત્તિ ને સુખભાગમાં!
સફળ થાય એ મૃતવાણી એ સંપત્તિ વધે અપાર; રહે સંપથી સર્વ અતિજન ભારતના નિર્ધાર થજે તેમ વળી દેશ હિતૈષી ભાવિ આર્ય પરિવાર; કહો બધા ભારતવાસી, ભારતને જયજયકાર ”
છે
સ મા છે.
$
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com