________________
૨૧૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ઓરીસા પ્રાન્ત પિતે જિતી લીધે. સત્તરમી સદીના આરંભમાં દુનાઈ વિદ્યાધરને પુત્ર અને “ભાઈ” રાજવંશનો આદિ પુરુષ ગજપતિ રામચંદ્રદેવ સિંહાસને વિરાજમાન થયો અને તેણે કુજંગથી જગન્નાથનો -- નાભિભાગ મગાવીને શ્રી જગન્નાથ દેવની પુનઃ સ્થાપના કરી.
આપણી વાર્તાના સમયમાં હિંદુસ્તાનમાં સમકાલીન બે મુસભાની રાજ્યો અસ્તિત્વ ધરાવતાં હતાં. એક દિલ્લીનું અને બીજું ગૌડબંગાલનું. અલાહાબાદની પશ્ચિમને પ્રદેશ દિલ્લીના શાસનમાં હતો અને તેની પૂર્વ બ્રહ્મપુત્રા નદી પર્યન્તનો સર્વ પ્રદેશ ગૌડબંગાળાની સત્તાને આધીન હતો. છતાં પણ એ ઉભય રાજ્યો સર્વદા નિરાળાં જ રહેતાં હતાં, એમ માનવાનું નથી; કારણ કે, દિલીને કોઈ બાદશાહ પરાક્રમી થયો, એટલે તે ગૌડના અધિકારીને પિતાને અંકિત સમજતો હતો. એટલે કે, કોઈ કઈવાર બંગાળાના સૂબેદારને દિલ્લીશ્વરનું સ્વામિત્વ સ્વીકારવું પડતું હતું. તેપણુ ગૌડના રાજ્યની વ્યવસ્થા અકબરના સમયપર્યન્ત સર્વથા સ્વતંત્ર હતી, એમ કહેવામાં કશે પણ પ્રત્યવાય આવે તેમ નથી. સારાંશ કે, સુલયમાનની ગણના પણ સ્વતંત્ર રાજ્યકર્તાઓમાં જ થાય છે.
- પ્રભાત, ઉષા અને ન્યાયરત્ન સ્વદેશમાં આવી પહોંચ્યાં. ઉષા પિતાની માતાને લાંબા વિયોગ પછી મળી. માતાના હર્ષને પાર ન રહ્યો. પ્રભાત બાદશાહ સુલયમાનને મળવામાટે તાંડે ગયે. પ્રભાતમાટે કાળાપહાડે મરવા પહેલાં જે સિફારિશનામું (ભલામણ પત્ર) બાદશાહની હુજૂરમાં કહ્યું હતું, તે સુલયમાનને પ્રથમથી જ મળી ગયું હતું. એટલે બહુ જ આદર અને સન્માન સહિત તેણે પ્રભાતને સત્કાર કર્યો. મારા પ્રિય સેનાપતિના મરણથી મારે જમણે હાથ ભાંગી ગયો !” ઈત્યાદિ કહીને કાળાપહાડના મરણમાટે બહુ જ શોક દર્શાવ્ય.
- પ્રભાતની જે સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવી હતી, તે તેને પાછી આપવામાં આવી અને કાળાપહાડની સર્વ સંપત્તિને સ્વામી પણ તે જ થયે. બાદશાહની આજ્ઞાથી સેંકડો સૈનિકે સેનાપતિની ધન સંપત્તિ અને ગૃહ વસ્તુઓને વાહનોના પૃષ્ઠભાગે લાદીને તાંડામાંથી નીકળ્યા અને તેમની સાથે સાથે પ્રભાત પણ પાછો સ્વદેશમાં આવીને ઉષા સાથે સુખમાં દિવસે વિતાડવા લાગ્યો.
કાળા પહાડના રૂમમાં દેવે ભાલા “ભારતના ભવિષ્યની સત્યતાને ત્યારપછીને હિન્દુસ્તાનને ઈતિહાસ આપણને પૂર્ણ પરિચય આપે છે. જે ભારતવર્ષ વિશ્વમાં એક વેળાએ સર્વોપરિ સત્તા ધરાવતું હતું, તે ભારતવર્ષ મુસલમાનોના રાજ્યકાળમાં દાસત્વની શુંખલામાં બંધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com