________________
ઉપસંહાર
तस्माद्धर्म सहायार्थ, नित्यं संचिनुयाच्छनैः । धर्मेण हि सहायेन, तमस्तरति दुस्तरम् ” ॥
૨૧૧
( મનુઃ )
અર્થાત્ પ્રાણી એકલા જ જન્મે છે અને એકલા જ મરણુ પામે છે; પુણ્યનાં કળા પણ એકલા જ ભાગવે છે અને પાપાના દંડ પણ એકલા જ સહન કરે છે. મરણ પછી તેના આપ્ત મિત્રા તેના મૃત દેહને કા કિવા મૃત્તિકાના પિંડ પ્રમાણે પૃથ્વીપર પટકીને તત્કાળ પાતપેાતાને ઘેર ચાલ્યા જાય છે. સાથે માત્ર ધર્મ જ જાય છે. એટલા માટે જ જન્મીને મનુષ્યે પરલેાકમાં સહાયકì થાય, એવા હેતુથી યથાશક્તિ પુણ્ય કરવું–એટલે મૃત્યુ પછી દુસ્તર અંધકારમાંથી પ્રાણી પાર પડીને પ્રકાશવાળા સ્થાને પહોંચી શકે છે.”
પ્રભાતના શાક કિંચિત્ શાંત થયા અને સ્મશાન યાત્રાએ આવેલા સર્વજનાએ પેાતપેાતાના ગૃહપ્રતિ ગમન કર્યું. સંસાર આવેા ક્ષણભંગુર છે !!!
ઉપસંહાર
ગત પરિચ્છેદમાં આપણી નવલકથાની સમાપ્તિ થઈ ચૂકી છે. એ જગન્નાથની મૂત્તિના ખંડન પછી આરીસાના રાજ્યની અને રાજા નન્દ કુમારદેવની શી દશા થઈ, તે ઇતિહાસના વાંચાને સારી રીતે વિદિત છે જ, માટે તેના પુનઃલેખની આવશ્યકતા નથી. હવે જગન્નાથની મૂર્તિના પુનરભિષેકના સંક્ષિપ્ત નૃત્તાંત આપીને પ્રસ્તુત વિષયને પણ આપણે સમાપ્ત કરીશું.
બંગાળાના બાદશાહ મુલયમાને રાજા નન્દકુમારદેવને નિરંતરને માટે દેશનિકાલ કર્યો અને ત્યાર પછી એકવીસ વર્ષ પર્યન્ત એરીસામાં એક પ્રકારની અરાજકતા જ વિસ્તરેલી રહી. એ અરાજકતાનું વિસ્તૃત વિવે ચન કરવાનું આ સ્થળ નથી, માટે તે જાણવાની ઇચ્છા હૈાય, તે અમે વાચકાને ઇતિહાસ વાંચવાની પ્રાથૅના કરીએ છીએ.
સેનાપતિ કાળાપહાડના કૃતાન્ત પછી મુસલ્ખાન સેના પાછી અંગાળામાં ચાલી ગઈ. જે લોકો દુર્ગમાં રહી ગયા, તે જ આરીસાનું રક્ષણુ કરવા લાગ્યા. વીસાના મહન્દે જગન્નાથની અર્ધદગ્ધ મૂર્તિમાંથી પવિત્ર નાભિના ભાગ કાઢી લઈને તે ટુજંગના ગામડિયા જમીનદારાને રાખવાને આપી દીધા. જ્યાં સુધી એરીસાની રાજસત્તા પાણાના હાથમાં રહી, ત્યાં સુધી જગન્નાથની મૂર્તિની પુનઃ સ્થાપના કરી શકાઈ નહિ. એ સમાચારથી અકબરશાહ બહુ જ અસંતુષ્ટ થયા અને તેથી અનુક્રમે મેનાયમખાં અને ખાનજહાનને સેના સહિત આરીસામાં માકલીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com