________________
કાળાપહાડનું ફ઼ન અને નજીરનનું અનુગમન
૨૦૯
હિન્દુ સ્ત્રીઓ સમાન કાઈ પણ શૂરવીર નથી. (કારણ કે) એલવાઈ ગયેલા દીપક પાછળ મળી મરવું, એ કાંઈ પ્રત્યેક પતંગિયાની શક્તિ ( કૃતિ ) નથો. અર્થાત્ પ્રત્યેક સ્ત્રી પાતાના મૃત પતિને પ્રાણુ અર્પવાને શક્તિવતી હાતી નથી.
મહા-એ વિદેશી અને વિધર્મી કવિના વિચારે આર્ય અખળાઆની કેટલી અને કેવી ઉચ્ચ ભાવનાને દર્શાવે છે. એવી અબળા જ ભારતની પ્રાણપ્રતિષ્ઠા છે.
જાણે ગ્રીસની આલેસ્ટિજે નત્રિસાના રૂપમાં આય્યવર્ત્તમાં પુનર્જન્મ લીધા હેાયની! તેવી રીતે નજીરન પેાતાના પતિ પાછળ પ્રયાણુ કરવાને સર્વથા તૈયાર થઈ ગઈ અને તેથી પ્રભાતના બંધુપ્રેમની અને ન્યાયરત્નના શિષ્યપ્રેમની ન્યૂનતા પ્રત્યક્ષ સર્વના વ્હેવામાં આવી. એ દિવસ વીતી ગયા અને ત્રીજા દિવસના રવિના ઉદય થયા. નજીરનના શરીરની અને મનની સ્થિતિને શ્વેતાં તેના જીવવાની જરા પણ આશા કાઇના મનમાં રહી નહાતી. જેમ જેમ સૂર્ય આકાશમાં વધારે અને વધારે ઉચ્ચ ચઢતા હતા, તેમ તેમ નચ્છનિસાના જીવનરૂપી દીપના નિર્વાણુને સમય નિકટ આવતા જતા હતેા. તેના શરીરની અને શ્વાસેાચ્છ્વાસની ગતિ ક્ષણે ક્ષણે મંદ થવા માંડી હતી અને હસ્ત પાદ આદિ અવયવે પણ શિથિલ અને શીતલ થતા જતા હતા. તેા પણ પતિના નામેાચ્ચારને ધ્વનિ તેા તેના મુખમાંથી સંભળાયા જ કરતા હતા. લગભગ મધ્યાહ્ન સમયે તેને વાચા ફૂટી-શરીરમાં એકાએક બળ આવવાથી પાતાની મેળે જ ઊઠીને તે શય્યામાં મેઠી થઈ ગઈ અને પ્રભાતને ઉદ્દેશીને ભીષણુતાના ભાવથી મિશ્રિત મંદસ્વરે કહેવા લાગી કે;
**
· પ્રભાતકુમાર ! તમે મારા પતિના સહેાદર છે! અને મારા દીયર છે, પરંતુ મારા બંધુ કરતાં પણ હું તમારામાં વધારે સ્નેહ રાખું છું. જે વેળાએ આપને ત્યાં હું કેદ હતી, તે વેળાએ આપણા સંબંધથી આપણુ બન્ને અજ્ઞાત છતાં પણ તમે જે એક વીર અને આર્યનરને ટે તેવું વર્તન મારી સાથે રાખ્યું હતું અને તેથી મારા શત્રુ છતાં પણ તમારામાટે મારા મનમાં ઉચ્ચ વિચારા બંધાયા હતા. આવા સદ્ગુણા તમારામાં આતપ્રેત ભરેલા હાવાથી ખુદા તમારું અને જહાનમાં સારું અને સારું જ કરશે. હું એક મુસમાાંત સ્ત્રી છું. અમારામાં પતિસાથે દટાઈને સતી થવાના રિવાજ નથી. પણ હિંદુઓના મૃત પતિની ચિતામાં પ્રવેશ કરીને પત્નીના સતી થવાના રિવાજને હું બહુ જ વખાણું છું. જે સ્ત્રીના મનમાં સત્ય સ્નેહભાવના હ્રાય, તે પતિના ચિરકાળના વિયેાગને સહી શકે જ નહિ, એ સિદ્ધાન્ત છે. તમારા વડિલ બંધુ અને મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com