Book Title: Jagannathni Murti Ane Bharatnu Bhavishya
Author(s): Narayan Visanji Thakkur
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 217
________________ કાળા પહાડનું દફન અને નજીરનું અનુગમન ૨૦૭ વાળવા જતા હતા, તે જ એકાએક પાછળથી આવીને કોઈ વ્યક્તિએ એવો પોકાર કર્યો કે, “સબૂર–મને મારા સ્વામીના મુખનું દર્શન કરવા ઘો!” ગોરખોદુઓ અને બીજા સર્વ મનુષ્યો એ પોકારથી આશ્ચર્યચકિત થઈ ગયા. એટલામાં એક મુક્ત કેશકલાપવાળી અને અસ્તાવ્યસ્ત વસ્ત્રાવાળી સુંદર યુવતી ત્યાં આવીને ઉભી રહી અને તત્કાળ કબરના મુખપર જઈને એકી સે પિતાના કબરવાસી મૃત પતિના મુખનું અવલોકન કરવા લાગી. વાંચકે જાણી તો ગયા જ હશે કે, એ બીજી કોઈ નહિ, પણ કાળા પહાડની પત્ની નજીરન જ હોવી જોઈએ. થોડીવાર તો તે કાંઈ પણ બોલી નહિ. અંતે કિંચિદ્ર કેપને ભાવ દર્શાવીને મૃત સ્વામીને સંબોધીને તે કહેવા લાગી કે-- નાથ! મારાથી વિમુખ થઈને આમ અહીં શામાટે પડ્યા છો? શું પુષ્પની શય્યા આપના માટે તૈયાર નથી, કે આમ માટીમાં લેહ્યા છે? આ તમારી અધગનાને અનુરાગ પણ આપના મનમાંથી ચાલ્યો ગયો છે કે શું? આપના જેવા સુજ્ઞ અને શૂરવીરે આ કાપ કરવા ન જોઈએ! કદાચિત આપ સ્વર્ગમાં અપ્સરાને વરવાના મોહથી જતા હશે– એમ જ હતું, તો મને પ્રેમપાશમાં શામાટે ફસાવી ? ચાલો"ઉઠેઆ દાસીની પ્રાર્થનાને સ્વીકાર કરો! નહિ તો હું અહીં જ આત્મહત્યા કરીશ અને તમને સ્ત્રીહત્યાનું ઘોર પાપ લાગશે !” આટલા બધા કાલાવાલા કરવા છતાં પણ નજરનને કાંઈ પણ ઉત્તર મળ્યું નહિ. મૃત મનુષ્ય તે કેવી રીતે ઉત્તર આપે ? નજીરનને ઉન્માદ વધી ગયો. “તમે નથી જ લતા, તો લ્યો આ બલિદાન” એમ કહીને તેણે કબરને ઢાંકવા માટે પાસે મૂકેલા પાષાણુપર પોતાનું માથું પછાડ્યું–તેના માથામાંથી ખળખળ કરતો રક્ત પ્રવાહ વહેવા માંડ્યો અને તે મૂચ્છિત થઈને મૃતતુલ્ય બની ગઈ એટલામાં તેની દાસીઓ ત્યાં આવી પહોંચી અને તેઓ તેને પાછી તંબૂમાં લઈ આવી. વધે અનેક પ્રકારના ઉપચાર કર્યો, તેથી ઠેઠ બીજે દિવસે સવારમાં રક્તનું વહન બંધ થયું અને તે કાંઈક શુદ્ધિમાં આવી. પરંતુ તેના ઉત્પાદનો નાશ તે ન જ થશે. ક્ષણે ક્ષણે જાણે તે કબરમાં પડેલા કાળાપહાડને પ્રત્યક્ષ જોતી હોયની! તેવી રીતે તેને ઉદ્દેશીને આ દિવસ લવારે કર્યા કરતી હતી. અન્ન અને જળ તે તેણે પતિના મરણની ઘટિકાથી જ ત્યાગ કરી દીધો હતો, તેનું પાછું તેણે ગ્રહણ કર્યું નહિ. પ્રભાત અને ઉષા તેને અનેક પ્રકારનાં આશ્વાસન આપતાં હતાં અને પ્રશ્નો પૂછતાં હતાં, પણ સર્વ વ્યર્થ. ભગ્રહદયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224