Book Title: Jagannathni Murti Ane Bharatnu Bhavishya
Author(s): Narayan Visanji Thakkur
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 215
________________ કાળાપહાડનું દફન અને નજીવનનું અનુગમન ૨૦૫ અષ્ટમ પરિચ્છેદ કાળાપહાડનું દફન અને નજરનનું અનુગમન The rich, the poor, the great, the small, Are levell’d; death confounds them all.” Gay. "The curfew tolls the knell of parting day, The lowing herd winds slowly over the lea, The ploughman homeward plods his weary way And leaves the world to darkness and to me." Gray. (Elegy.) દિવસના તૃતીય પ્રહરની સમાપ્તિ થઈને ચતુર્થ પ્રહર આરંભ થઈ ચૂક્યો હતો. ધીમે ધીમે સૂર્યને પ્રકાશ મંદ થતો જતો હતો. ચિક્કાહના તીરે પાડીકડ નામક સ્થાને મુસલ્માનોનાં શબને દફનાવવાના કબ્રસ્તાનમાં ચાર ગોરખદુઓ કેદાળીની સહાયતાથી એક ગેમર ખેદવામાં રોકાયેલા જોવામાં આવતા હતા. દિવસનો ઉજજવળ પ્રકાશ અદ્યાપિ જગતમાં વ્યાપેલો છતાં પણ કબ્રસ્તાન નામ ધરાવતું એ સ્થાન એવું તે ભયંકર જેવું લાગતું હતું કે, પાષાણુહદયી મનુષ્ય પણ ત્યાં ભયભીત થઈ જાય, એમાં કશે પણ સદેહ હતો નહિ. સર્વત્ર મૃત નરનારીઓની કબરે વિસ્તરેલી હતી અને વૃક્ષની શાખાઓમાં છૂપાઈને બેઠેલા ઘુવડ આદિ પક્ષીઓ પોતાના વિચિત્ર ભયાનક ધ્વનિથી તે સ્વાભાવિક ભયંકર સ્થળને અધિક ભયંકર બનાવવાને યત્ન કરતા હતા. પોતાના કાર્યમાં લાગેલા ગોરખોદુઓ શ્રમને ટાળવાના હેતુથી નીચેનું ગાયન લલકારતા જતા હતા અને કબર પણ ખોદતા જતા હતા. “ઇસ ઘર આના રે ભાઈઓ કપર લાવે, છોડકે વે. અપના બિગાના રે ભાઇઓ-ઈસ ઘર. સાધૂ પડિત સેટ ભિકારી. કોઈક ન છોડે મત કટારી; સબકે હય જાના રે–સબકે હય જાન રે; સબકો હય જાના રે ભાઈઓ”-ઈસ ઘર. - અહા ! કેવું રહસ્યમય ગાયન છે ! પણ મૂઢજનો એના રહસ્યને ક્યાં સમજે છે? તેઓ તે ક્ષણિક સંસારને જ જીવન સર્વસ્વ માને છે. - કબર ખોદવાનું કાર્ય પૂર્ણ થવા પછી ગોરખદુઓ વિશ્રાંતિ લેવાને બેઠા અને પોતપોતામાં નીચે પ્રમાણે સંભાષણ કરવા લાગ્યા - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224