________________
૨૦૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વાત કહેવા જેટલો સમય હવે મને મળશે નહિ. કારણ કે, મારી બેલવાની શક્તિ ક્ષણે ક્ષણે હવે ન્યૂન થતી જાય છે અને શ્વાચ્છવાસનો પણ ધીમે ધીમે અવરોધ થતો જાય છે.” કાળાપહાડે પ્રભાતની ઈચ્છાને અનુસરવાનો પ્રયત્ન કરીને કહ્યું.
એ વાક્ય બોલવા પછી તેનામાં વિશેષ સંભાષણ કરવાની શક્તિ રહી નહિ. જખમમાંથી પ્રબળ રક્તની ધારા વહેવા લાગી. તે વિકટમૂર્તિ ધારણ કરીને શય્યા પર ઊઠીને બેઠે થઈ ગયો અને ઉન્મત્તવત્ બકવાદ કરત બોલવા લાગ્યો કે, “હે જગન્નાથ! તમે કયાં છો? જગન્નાથની મૂત્તિ, કે જેનું ભારતવાસિજનના હિતમાટે મેં ખંડન કર્યું હતું, તેને કાઈ પુનરુદ્ધાર કરજે. જુઓ–પેલી દેખાય ઘર નરકની છાયા! આ જુઓ પાપના શાસનમાટે આવતે ભયંકર યમદંડ !! જગજનની માતા! પિતાના શાંતિમય અંકમાં આ પાપી બાળકને દયા અને ક્ષમા કરીને વિશ્રામદાયક સ્થાન આપ.”
લવારાથી પ્રભાત ગભરાયે અને તેથી તત્કાળ તે ન્યાયરત્ન, ઉપા. નજીરનું અને બીજાં કેટલાંક મનુષ્યોને ત્યાં બેલાવી લાવ્યા. કાળો પહાડ ટમટમ બધાંને જોયા કરતો હતો, પણ તેનાથી એક પણ શબ્દ બોલી શકાય નહિ. ક્ષણ માત્ર પછી સેનાપતિ કાળાપહાડ-પૂર્વી--- શ્રી બ્રહ્મકુમાર નિરંજનનું માનુષી શરીર જીવનશૂન્ય થઈને મહા-અનંત શાંતિના અંકમાં જઈ પડેલું દેખાવા લાગ્યું. પ્રભાત હૃદયભેદક આન્દ કરવા લાગ્યા, ન્યાયરત્ન પણ તેવા જ ભીષણ રોદનમાં પ્રવૃત્ત થયો અને ઉષાથી પણ રોદનના વેગને રોકી શકાયો નહિ. એવી જ રીતે એરીસાના પ્રત્યેક વિજયી સૈનિકના હૃદયમાં ભયંકર શકની છાયા પ્રસરી ગઈઆબાલ વૃદ્ધનાં નેમાંથી એકસમાન અશ્રુની ધારા નીકળવા લાગી.
માત્ર નજીરનાં નેત્રોમાંથી અશ્રુને પ્રવાહ નીકળતો જોવામાં ન આવ્યો. ક્યાંથી લેવામાં આવે? તેના હૃદયમાં બળતા સ્નેહાશિઓ તેનાં નયનેમાના નીરને સર્વથા શોષી લીધું હતું. તેનાં તેમાંથી નરને સ્થાને અગ્નિની ભીષણ વાળા નીકળતી હતી. શય્યાશાયી સ્વામીના શબને તે સૂક્ષ્મતાથી નિહાળવા લાગી. અંતે તેની વૃત્તિ પતિમાં એટલી તે લીન થઈ ગઈ છે, ત્યાં ને ત્યાં જ નિશ્રેષ્ટ થઈને તે ધરણી પર ઢળી પડી. તેને સચેતન કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પણ સર્વે વ્યર્થ ગયા. તેને એક બીજા તબૂમાં ઉષા અને તેની બીજી દાસીઓની, સંભાળમાં રાખીને સર્વ જનો મૃત કાળાપહાડની મરક્રિયા કરીને તેને દફનાવવાની સામગ્રી એકત્ર કરવા લાગ્યા. શબને અંતિમ નમસ્કાર કરીને પ્રભાત તથા ન્યાયરત્ન નિરુપાયે શબને યવનોના હાથમાં સોંપી દીધું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com