________________
વિવાહસમારમ્ભ
૧૯૧ હલ સંભળાવા લાગ્યો. યુદ્ધના પરિશ્રમથી મુક્ત થએલા સૈનિકે આનન્દ અને ઉત્સાહ૫ ઉન્માદથી વારંવાર સેનાપતિ કાળાપહાડના નામને જયધ્વનિ કરવા લાગ્યા. પરંતુ હાય ! એ આનંદદર્શક કેલાહલનું અસ્તિ– દીર્ધકાળ પર્યન્ત ટકી ન શકયું. સીમાઉપરાંત આનન્દ, ઉત્સાહ અને અનુતાપથી સેનાપતિનું સ્નાયુમંડળ એકાએક ઉત્તેજિત થઈ ગયું અને તેથી જે સ્થળે બરછાને પ્રહાર થયો હતો, તે સ્થળમાંથી રક્તની ધારા મહા પ્રબળ વેગથી વહેવા લાગી. ધીમે ધીમે તેનું શરીર દુર્બળ અને અવસન્ન થવા લાગ્યું. કાળેપહાડ હવે ઊભો રહી ન શ–અચાનક પૃથ્વી પર પડી ગ. પાસે ઉભેલા મનુષ્યોએ ગભરાઈને તેને ઉઠાવી લીધે અને તેને તેના ખાનગી શયનના તંબૂમાં લઈ ગયા. સેનાપતિની ઈચ્છાથી વાયરત્ન પણ પ્રભાત અને ઉષાને પિતા સાથે લઈને તે તંબૂમાં આવી પહોંચ્યો.
નજીનિસા પોતાના પતિની આવી ભયંકર સ્થિતિને જોઈને બહુ જ શકાતુર થઈ ગઈ એટલામાં પ્રભાતને જોતાં જ તેના હૃદયમાં એક પ્રકારને આનંદ થયો. ન્યાયરત્નનાં ચરણોમાં પડીને તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પ્રિય વાચક! જે વેળાએ ક્ષત્રિયોનો પરાજય અને યવનોને વિજય થયો હતો, તે વેળાએ જ યવન સૈનિકે નજીરુનિસાને ક્ષત્રિયોના કારાગૃહમાંથી મુક્ત કરીને પોતાની છાવણીમાં લઈ આવ્યા હતા અને તેથી જ તે એ સમયે કાળાપહાડના તંબૂમાં ઉપસ્થિત હતી. અંતે કાળાપહાડ અને નજીરને, પ્રભાત અને ઉષાનો તથા ન્યાયરત્ન અને ઉષાને પિતપતામાં મેળાપ થયો અને વિયોગને શક ગયે, તે સાથે આપણે પ્રસ્તુત પરિચ્છેદ પણ સમાપ્ત થયું.
ષષ્ઠ પરિચ્છેદ
વિવાહ સમારંભ બીજે દિવસે પ્રાતઃકાળમાં છાવણુમાં બધે એવા સમાચાર ફેલાઈ ગયા કે, “સેનાપતિ કાળાપહાડનો અન્તકાળ હવે શીધ્ર જ થશે. તે હવે વધારે દિવસ જીવી શકે તેમ નથી. જખમમાંથી લોહી કોઈ પણ ઉપાયે બંધ નથી પડતું.” થોડીવારમાં એ સમાચાર ન્યાયરત્ન અને અભાતવાળા તંબૂમાં પણ પહોંચી ગયા. ઉષાને મહત્ત પાસે મૂકીને ન્યાયરન અને પ્રભાત ઉભય સેનાપતિની પ્રકૃતિ જોવામાટે જ્યાં તે સદશામાં પડેલો હતો, ત્યાં આવી પહોંચ્યા. કાળાપહાડને જોતાં જ તેમનો નિશ્ચય થઈ ગયો કે, “તેના જીવનરૂપ દીપકના નિર્વાણુમાં હવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com