________________
જગન્નાથની મૂર્તિ અને જ્ઞાતિનું ભવિષ્ય ' સસમ પરિચ્છેદ
ભારતનું ભવિષ્ય અભિહા (ચેર) ની આશ્રયદાત્રી, પ્રેમી પતિ પત્નીની પ્રિયતમા અને વિશ્વની વિશ્રામપા વિભાવરી (રાત્રિ) ની શાંત છાયા જગતમાં સર્વત્ર વ્યાપેલી હતી. કવચિત્ રાત્રિચર વનપશુઓને ચીત્કારમય ધ્વનિ અને વાયુના આઘાતથી વૃક્ષપત્રોના આન્દોલનને ધ્વનિ કર્ણગોચર થતો હતો. એ વિના અન્ય સર્વ પ્રકારે સર્વ સ્થાને શાંતિ અને નિઃસ્તબ્ધતાનું જ નિષ્કટક રાજ્ય વ્યાપી ગયું હતું. શાંત રાત્રિના શાંત સમયે મનુષ્યનાં નેત્રમાં નિદ્રા નથી આવતી, ત્યાં સુધી શયામાં તેને વ્યતીત કાળની અનેક ઘટનાઓની અનુક્રમે સ્મૃતિ થયાં કરે છે; એ સર્વમાન્ય સિદ્ધાંત છે. બાલ્યાવસ્થાનાં હાસ્ય અને અશ્રુઓ તેમ જ યુવાવસ્થાના પ્રેમપ્રસંગની સ્મૃતિ સ્વાભાવિક રીતે વિશેષ થાય છે. અને ન કરે નારાયણ ને કાઈ અશુભ પ્રસંગે ગુજરી ગયો હોય, તે તેના સ્મરણથી શયામાં પડેલા મનુષ્યનું હૃદય ભગ્ન થાય છે. કાળાપહાડની પણ એવી જ સ્થિતિ હતી. અર્ધ રાત્ર પર્યન્ત તો ન્યાયરત્ન, પ્રભાત, મહન્ત, ચક્રધર અને વૈદ્ય આદિ સર્વ તેની શયા પાસે બેઠા હતા. અર્ધ રાત્રી પછી કાળાપહાડને નિદ્રા લેવાનો ઉપદેશ આપી તે સર્વજનો પોતપોતાના ઉતારામાં વિશ્રાંતિ લેવાને ચાલ્યા ગયા. માત્ર એક અનુચર જ કાળાપહાડના તંબૂમાં કાંઈ કામ પડે તો તે કરી આપવાને તૈયાર ઊભો હતો અને બહાર સિપાહીઓ પહેરો કરતા હતા. પ્રભાત આદિના ગયા પછી પણ ઘણી વાર સુધી કાળાપહાડને નિદ્રા આવી નહિ. તેના મનમાં પિતાની બાલ્યાવસ્થાની ઘટનાઓનું સ્મરણ થઈ આવતાં બહુ જ ખેદ થવા માંડ્યો અને પુનઃ હૈદયમાં જ્યારે તેણે પ્રેમપૂર્ણ વચનો ઉચ્ચારતી પ્રિયતમા નજીરને ઊભેલી જોઈ ત્યારે તેના ખેદમાં કાંઈક ઘટાડો થતો દેખાયો. અંતે નોકરને તેણે દીપક બુઝાવવાની અને બહાર જઈ સૂવાની આજ્ઞા કરી. નોકરે તેમ કરતાં જ તંબૂમાં અંધકાર વ્યાપી ગયો અને થોડી વાર પછી કાળો પહાડ નિદ્રાની શૃંખલામાં બંધાયે.
ઉષકાળમાં કાળેપહાડ અત્યંત ગાઢ નિદ્રામાં પડ્યો હતો. નિદ્રાગાઢનિદ્રા એક એવી અવસ્થા છે કે, મનુષ્ય, ગાઢનિદ્રા આવે છે, તે વેળાએ સૃષ્ટિની ગતિથી સર્વથા અજ્ઞાત થઈ જાય છે. કાળપહાડ પણ પિતાની પીડાનું વિસ્મરણ થવાથી સૃષ્ટિની ગતિથી અજ્ઞાત અને મૌન્યસુખમાં તલ્લીન થઈ પડ્યો હતો. એટલામાં તેણે એક અદભુત સ્વમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com