Book Title: Jagannathni Murti Ane Bharatnu Bhavishya
Author(s): Narayan Visanji Thakkur
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 210
________________ ૨૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય સુઈ જાય, એ જ વ્યાપાર ત્યાં ચાલવા લાગ્યા. અર્થાત ભારતમાતાએ સર્વને જગાડ્યા, પણ પાછા સર્વ પૂર્વ પ્રમાણે જ સૂઈ ગયા. એથી અંતે હતાશ થઈને ભારત જનની બોલી કે, “હાય! પુત્રો! હસ્તી કુંભાવિદારક સિંહ સમાન આર્યનરો! તમારી શી સ્થિતિ થશે ? તમારા ભયંકર ભવિષ્યની કલ્પનાથી હૃદય વિદીર્ણ થઈ જાય છે ! આટલા બધા સમયથી હું તમને જગાડવાને યત્ન કરું છું અને તમને ઉપાલંભથી ઉત્સાહવાન કરવાની ચેષ્ટા કરું છું, પરંતુ તમારા ધ્યાનમાં કાંઈ પણ આવતું નથી. મારા સર્વ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. હા-હવે મેં જાણ્યું. અદ્યાપિ તમારી જાગૃતિનો સમય આવ્યો નથી. અત્યારે તમને જાગૃત કરવાને જે પ્રયત્ન કરવામાં આવશે, તે વિફળ જ થવાને. એક ઊઠે છે, તે બીજે સૂઈ જાય છે. ત્યારે શું હતાશ થઈને આમને આવી સ્થિતિમાં જ રહેવા દેવા? ના-હજી પણ એક વાર ઉઘોગ કરવો જોઈએ.” મારા પ્રિયતમ વત્સ ! હજી પણ ઉઠે અને ધૈર્યના ઉત્સાહ તથા એજ્યના ઉપદેશોને મનમાં ધારીને આ દુખિની જનનીના દુઃખનું દમન કરવામાં તનમનધનથી તત્પર થાઓ ! અત્યાર સૂધી જે જે કષ્ટ આવ્યાં, તે તે સઘળાં મેં સહન કર્યા, પણ હવે તો એવો કઈ ઉપાય કરો કે, જેથી મારા શોકના સમુદ્રને પ્રવાહ આગળ વધતો અટકે ! હે જગદીશ્વર ! તું સર્વ શક્તિમાન છે અને કોઈ પણ કાર્ય તને અશક્ય કે દુર્ઘટ નથી. માટે આ અબળાપર દયા કરીને દુઃખનું નિવારણ કરે અને આ મારી પ્રાર્થનાને સ્વીકારીને ડૂબતા ભારતવર્ષનું તારણ કર!!!” એમ કહીને નિર્મળ ભારત જનની શરીરમાં શક્તિ ન હોવાથી મૂચ્છિત થઈને ધરણપર ઢળી પડી. કોઈ પણ સંતાને કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ. અંતે નિરાશાનો વેગ અનિવાર્ય થવાથી શિથિલાંગી ભારતમાતાના પ્રાણુ આ નશ્વર સંસારમાંથી અનંત સુખદાયક સ્વર્ગમાં પ્રયાણ કરી ગયા. સ્વમગત પ્રતિ કાળાપહાડથી એ કરુણાજનક દૃશ્ય જોઈ શકાયું નહિ–તેનાં નયનોમાંથી અશ્રુની શ્રાવણ ભાદ્રપદ સમાન સહસ્ત્રધાર વૃષ્ટિ થવા લાગી. તે પોતે ભારત જનનીને જીવિત કરવાની વ્યર્થ ચેષ્ટા કરવાનો વિચાર કરતો હતો અને ભારતવાસિજનોને જાગૃત કરવાનો પ્રયતન આદરતો હતો, એટલામાં આકાશમાંથી અચાનક એક વિમાન ઉતરતું તેના જોવામાં આવ્યું તે સ્તબ્ધ થઈ ગયો. ભારત જનનીના શબ - પાસે વિમાન આવીને અટકયું અને તેમાંથી એક ભવ્યાકૃતિ દેવ ઉતરીને પૃથ્વીપટપર ઉભો રહ્યો. તે દેવ પોતાની મૃદુ સુરલોકીય વાણીથી, રાદન કરતા કાળાપહાડને આશ્વાસન આપતો કહેવા લાગ્યો કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224