________________
ભારતનું ભવિષ્ય
૧૯૯
..
""
સદાને માટે ત્યાગ કરી ગયાં ! ! ... અરેરેરે ! હું કેવી પાપિની કે, મને વિનવવાને આવેલી છતાં પણ હું તેમના સત્કાર કરી ન શકી ! પણ જ્યાં તેમની ઓળખ જ ન પડી, ત્યાં સત્કાર કેવી રીતે કરી શકાય ? પણ નહિ–સરસ્વતી અને લક્ષ્મી અંતર્ધાન તા નહિ જ થઈ હાય, હજી હુમાં તે તે મને કેટલી કેટલી શીખામણા આપતી હતી, કેટલેા મેાધ આપતી હતી અને મારા ઉત્સાહને વધારવાના પ્રયત્ન કરતી હતી, અને એટલામાં રાતી રાતી યાં ચાલી ગઈ ! સરસ્વતીએ શું કહ્યું? યવના મને હરી જાય છે ! ” લક્ષ્મી શું ખેાલી ? નિદ્રિત ભારતવાસિજનાના ગૃહમાં નિવાસ કરવા એ હવે ઉચિત નથી !” અરેરેરે ! સરસ્વતી અને લક્ષ્મી વિના મારાં સન્તાનેાની શી ગતિ થશે? ત્યારે આ સન્તાનાને જાગૃત કરું? આમને બધી વાર્તા જણાવી ઘઊં ? નહિ નહિજગાડવાનું કાંઈ પણ કારણ નથી, આ બધાં ચિરકાળની ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યાં છે, માટે એમને સૂઈ રહેવા દેવાં, એ જ વધારે સારું છે. પરંતુ ભારતવાસિસન્તાના નિદ્રાવશ પણ ક્યાં છે? એ સર્વ જ્ઞાનન્ય થઈને અજ્ઞાનના અંધકારમાં પડેલાં હાવાથી એમના મસ્તિષ્કમાં દિગ્દમ થઈ ગયા છે અને એ જ કારણથી આંખા મીચીને આવી યા ઉપજાવનારી દશામાં પડ્યાં છે! હાય! મારાં સન્તાના અન્ન જળ ન મળવાથી પિપાસાથી વ્યાકુલ સર્પ પ્રમાણે દીર્ધ શ્વાસ લેતાં દેખાય છે. હાય! હું ધ્રુવી પાપિની, ક્રૂરકર્માં અને નૃશંસહયા છું કે, પાતાની સન્તતિની આવી દુઃસ્થિતિ જેવા છતાં પશુ જીવતી રહી શકી છું! હા–વિધાતા! મારા પ્રાણુના આ ક્ષણે જ શતશઃ વિભાગ ક્રમ થઈ નથી જતા ! માતાનું હ્રમ આવું કંઠાર હાય, એમ કાઈ કાળે પણ સાંભળવામાં નથી આવ્યું! એથી એવું સહેજમાં અનુમાન થઈ શકે છે કે, ભારતવાસીઆની હજી પણ કાઈ વધારે દુર્દશા જોવાનું મારા ભાગ્યમાં અવશિષ્ટ છે, માટે જ હું જીવતી રહી છું.” એમ કહી અશ્રુ લૂછીને ભારતજનનીએ સુપ્ત સંતાનેામાંના એક સંતાનના હસ્તને સ્પર્શ કર્યો અને તેને જાગૃત કરવાના હેતુથી નમ્રતાપૂર્વક મૃદુ સ્વરથી કહ્યું કે, “પુત્ર! ઉ! આવી રીતે સૂઈ રહેવાથી ભાગ્યના ઉદય થઈ શકવાના નથી. આ સમય પૂર્વ કાળના સમય જેવા નથી. તમારા તે દિવસ વહી ગયા છે. હવે ઊઠા અને આ આલસ્ય અને શિથિલતારૂપ રાગના નિવારણના ઐયાવલઅનથી સંપરૂપ ઔષધના ઉપચાર કરશ. બે એમ નહિ કરા, તે રોગ અસાધ્ય થવા પછી કાઈ પણ ઉપાય લાભકારક થઈ શકશે નહિ.' એકને એવા ઉપદેશ આપીને ભારતજનનીએ ખીજા સન્તાનને ઊઠાડ્યો, એટલે પ્રથમ પાછા સુઈ ગયા. એવી રીતે એકને ઉઠાડે એટલે બીજે
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com