________________
T
જગન્નાથની મૂર્ત્તિ અને ભારતનું ભવિષ્ય
સુખ ખાલ-ઢાંઈ તા ખેલ-આમ દિવસને રાત્રિનું રૂપ આપવામાં તારા શા હેતુ સમાયલા છે? હજી પણ મને સંભાળ, જે યવના મને હરીને લઈ જાય છે, અર્થાત્ અત્યારે વિયેાગ થયા, તેા પાછું આપણું મળવું કઠિન છે; માટે માલ !”
ભારતજનની નિરુત્તર જ રહી અને અન્તે નિરુપાય થઈને નેત્રેમાંથી નીરધારા વર્ષાવતી ભારતભારતી ત્યાંથી એકાએક અદૃશ્ય થઈ ગઈ. સરસ્વતીના ગમન પછી ઘેાડી વારે ભારતલક્ષ્મીનું ત્યાં આગમન થયું. લક્ષ્મીએ ભારતમાતાની શૈાચનીય સ્થિતિની સમીક્ષા કરીને શાક સહિત નીચેનાં વાકયેા તેને ઉદ્દેશીને કહેવા માંડ્યાં;
“ભારતમાતા! તારું વદન આમ આજે મલિન ક્રમ થઈ ગયું છે ? નિશદિન તારાં નયનામાંથી અશ્રુના પ્રવાહ વહેતા જેને ખેદથી મારી છાતી ફ્રાટી જાય છે ! તારા સુખનું અને અદ્વિતીય વૈભવનું અવલાકન કરીને જે મન હર્ષથી ઉભરાઈ જતું હતું, તે જ મન તારા દુઃખના દિવસા નિહાળીને શતા વિદીણું થઈ જાય છે. શિવ ! શિવ ! શિવ !!!”
એટલામાં તેની દૃષ્ટિ આસપાસ નિદ્રિત પડેલા ભારતવાસિ આર્યોપર પડતાં તે વધારે શાકાતુર થઈને ભારતની ભાવિ દશાના વિચાર કરતી કરતી આત્મગત ઉદ્ગારા કાઢતી કહેવા લાગી કે;~~
“ અરેરેરે ! ભારતવાસિજનાની આ કેવી અપેાગતિ ! મદિરાપાની સમાન ઉન્મત્ત થઈને પૃથ્વીપર પડી જવાની તેમની આ કેવી નિન્જનીય મતિ !! મેલ ગર્જના કરે છે, જલ વર્ષે છે અને એમનાપર વિદ્યુતના પાત પણ થાય છે, તાપણુ જાગૃત નથી થતા, એ કેવી-કયા પ્રકારની જડતા ! ભારતવર્ષમાં સર્વત્ર અંધકારના અધિકાર જામી ગયા છે અને તે અંધકારમાં પેાતાનાં શરીરાને છુપાવીને આ ભારતવાસિજના શિથિલ થઈ પડ્યા છે ! ! આ નિર્લજ્જે પેાતાના અભિમાનને છેડી આવા તા નિદ્રાવશ થઈ ગયા છે કે, જગાડવા છતાં પણુ જાગતા નથી!! માટે હવે અહીં વધારે વાર રહેવું યાગ્ય નથી હવે તેા કાઈ અન્ય સ્થળે વિચરવું ને અન્યના આગારમાં વિહાર કરવા એ જ વિશેષ ઉત્તમ છે!!” એમ કહીને અશ્રુ વર્ષાવતી લક્ષ્મી પણ ભારતવષઁવાસિજનાના ત્યાગ કરીને અન્યત્ર જવામાટે પ્રસ્થાન કરી ગઈ. લક્ષ્મીના પ્રયાણુ કરી ગયા પછી ભારતજનનીએ પાતાનાં ઉન્મીલિત નેત્રે ઉષાડ્યાં અને અહીં તહીં દષ્ટિપાત કર્યો; પરંતુ કાઈ પણ તેના જેવામાં આવ્યું નહિ; એટલે એક દીધોઁષ્ણુ નિઃશ્વાસ નાખીને નિરાશાપૂર્વક તે આત્મગત ખેલવા લાગી કે;--
“ હાય ! આ શું થયું! શું ભારતની ભારતી અને લક્ષ્મી મારેા
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
―
www.umaragyanbhandar.com