________________
બધુમીલન યુદ્ધથી નિર્મલન થઈ ગયું છે. જ્યારથી મેં પિતાના ધર્મને ત્યાગ કર્યો
છે, ત્યારથી પ્રતિક્ષણ મારું જીવન બન્યા કરે છે. આ અનુતપ્ત પાપીનો– - આ દુર્ભાગી ભુક્ત ભેગીને એ જ જવલન્ત ઉપદેશ છે કે, કોઈ પણ પોતાના ધર્મનો ત્યાગ કરશો નહિ! જે તેમ કરશો, તે આ પાપી પ્રમાણે પશ્ચાત્તાપનો પ્રસંગ આવશે.” કાળાપહાડે પોતાના આંતરિક ઉદ્ગારે કાત્યા, અને નેત્રોમાંથી જળ વર્ષાવ્યું. થોડીવાર પછી પાછો તે કહેવા લાગ્યો કે, “આ સંસારમાં હવે મારું કઈ પણ નથી. મારા પિતા વિના બીજા સર્વ મારા શત્રુઓ છે. સમસ્ત પૃથ્વી મને શૂન્ય શૂન્ય દેખાય છે. શૈશવના સહચર પ્રિયતમ પ્રભાત ! આજે તે તમે પણ મારા પિતાના હોવા છતાં–પરાયા જ છે ! હાય !!!”
“નહિબંધો ! હું પાર નથી. આ દુર્ભાગી પ્રભાત બાલ્યાવસ્થામાં જેવી રીતે આપને અનન્ય ભાવે દાસ હતા, તેવી જ રીતે અત્યારે પણ દાસ છે અને હવે પછી પણ ચિરકાલને માટે આપનો દાસ રહેશે.” હદયમાં અત્યંત પ્રેમ ઉભરાઈ આવવાથી દયાળુ પ્રભાતે પિતાના દુઃખી ભાઈને એ વાક્યથી આશ્વાસન આપ્યું. કાળાપહાડની દૃષ્ટિમાં પ્રભાત, એક મનુષ્ય નહિ, પણ સુખદાયક દેવ સમાન દેખાવા લાગ્યો. -- “ ના-એમ કદાપિ બની શકે તેમ નથી. આપણું ઉભયના મધ્યમાં, સમાજરૂપી સમુદ્ર વિસ્તરેલો છે, કે જેના એક તીરે તમે છો અને બીજે તીરે હું છું. હું અનુતાપી અને પાપી છું-તમે દેવવ્રતધારી છે. શું તમે મારા શરીરને સ્પર્શ કરી શકશે ? શું મારાથી આ તમારા સ્નેહપૂર્ણ મુખમંડળના ચુંબનને સ્વર્ગીય આસ્વાદ લઈ શકાશે કે પોતાના બંધુને વિધર્મી થએલો જાણવા છતાં પણ જો તમારા મનમાં ગ્લાનિ ન થતી હોય, તો અને ભાઈ! તમારા પવિત્ર શરીરના આલિંગનથી હું મારા પાપી દેહને પવિત્ર કરે. કાળાપહાડે કહ્યું.
પ્રેમી બંધુના કરુણત્પાદક સ્વરથી પ્રભાતનું હૃદય પીગળી ગયું. બાલ્યાવસ્થામાં જેવી રીતે દેડીને તે નિરંજનને ગળે જઈ બાઝતા હતા, તેવી જ રીતે દેડીને પ્રભાતકુમાર સેનાપતિ કાળાપહાડને ગળે લપટી ગયો. સર્વ સૈનિકે અને અન્ય અધિકારીઓ આશ્ચર્યથી વિહ્વળ થઈ ગયા. મારાના હાથમાંથી તલવાર નીચે પડી ગઈ–સર્વ જનો બંધદયના સમીલનને અપૂર્વ આદર્શ અવલોકવામાં લીન થઈ ગયા. સર્વત્ર શાંતિને પ્રભાવ છવાઈ ગયે.
એવામાં હસ્તસંપુટમાં યજ્ઞોપવીત લઈને ઉષા સહિત વાયરત્ન ત્યાં આવી લાગ્યો અને પિકાર કરીને વિનતિ કરવા લાગ્યા કે, “રક્ષા કરો-રક્ષા કરે–ત્રાહિ-ત્રાહિ–આ કેદીને મારશે નહિ. અંતિમ ભિક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com