Book Title: Jagannathni Murti Ane Bharatnu Bhavishya
Author(s): Narayan Visanji Thakkur
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 198
________________ ૧૮૯૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય સર્વથા નાશ કરે, એ જ મારે દઢ સંકલ્પ હતા.” કાળાપહાડે પિતાને અંતિમ અવસર વિચારીને ગુપ્ત મનભાવને કઈ પણ પ્રકારના સંકેચ કે ભય વિના પ્રકટ કરવા માંડ્યા. બંધો ! એ વાતને હું પણ માન્ય કરું છું કે, તમે સત્યનું પૂર્ણ પાલન કરવાવાળા છે-આપના મુખમાંથી કોઈ કાળે પણ અસત્ય વાર્તા નીકળતી નથી. પરંતુ આ વાર્તાને અન્યને માનશે ખરા કે ? બંગાળાનાં સર્વ સ્ત્રીપુરુષોનાં હૃદયે કાળાપહાડના નામથી કંપાયમાન થઈ રહ્યાં છે, કાળાપહાડના શસ્ત્રપ્રહારથી શતાવધિ દેવમંદિરે ભગ્ન થઈ પડ્યાં છે અને દેવમૂર્તિઓ અંગહીન જોવામાં આવે છે. જે લોકોએ આવા ભયંકર અને ત્રાસદાયક આદર્શો પોતાની દૃષ્ટિએ પ્રત્યક્ષ એલા છે, તે લોકો તમારા આ ગુપ્ત હેતુની વાર્તા કેવી રીતે માનશે ? તેમનો કાઈ કાળે પણ આ વાતમાં વિશ્વાસ બેસશે નહિ.” પ્રભાતે પતે સત્ય માનવા છતાં પણ લોકદષ્ટિથી તેમાં શંકા કાઢી અને ઉત્તરમાટે ઉત્સુક થઈ બેઠે. બીજા વિશ્વાસ કરે કે ન કરે, એની મને કાંઈ પણ પરવા નથી. માત્ર તમે વિશ્વાસ કરે, એટલી જ મારી ઈચ્છા છે. ભાઈ! જે દિવસે યવનોએ બળથી કે કળથી મારા ધર્મને નાશ કર્યો, તે - દિવસથી જ મારા મનમાં મેં એવી પ્રતિજ્ઞા કરી રાખી હતી કે, હું મુસભાન રાજ્યને જડમૂળથી નાશ કરીશ. પરંતુ મારી પાસે ધન નહતું તેમ જ સૈન્યનું બળ પણ હતું નહિ; એટલા માટે મેં કૌશલ્યથી કાર્ય સાધવાનો નિશ્ચય કર્યો. મારે એ ભાવ હતો કે, આર્યજનો ધર્મમાં અચલ શ્રદ્ધા રાખનારા અને દેવદ્વિજ માટે અખંડ ભક્તિ ધરાવનારા છે, માટે જે તેમના ધર્મપર આધાત કરવામાં આવશે, તો સમસ્ત દેશમાં વિદ્રોહરૂપ અગ્નિ ભયંકરતાથી પ્રજળી જશે. એવા વિચારથી જ મેં દેવમૂર્તિઓના નાશ માટે અને દેવમંદિરના વિધ્વંસ માટે મારી તલવાર મ્યાનમાંથી બહાર કાઢી હતી. પરંતુ ભાઈ! આયનું તે જાતીય જીવન અવશિષ્ટ રહ્યું નથી. કેઈએ પણ મારા હેતુના રહસ્યને જાણ્યું નહિ અને આ સંસારમાં હું વ્યર્થ દેવદ્રોહી કાળેપહાડ એવું કલંકદર્શક નામ મેળવીને ઘેરતમ નરકને અધિકારી થયો!! !” કાળાપહાડે અત્યંત નિરાશાથી એ વાર્તા દર્શાવી. “ ત્યારે શું એ કલંકને ઈ નાખવાને હવે બીજો કોઈ ઉપાય નથી ?” પ્રભાતે દયા અને પ્રેમથી દુઃખમાં સમભાગી થઈને પૂછયું. “નહિ, પ્રભાત ! હવે મારા જીવનરૂપ દીપકના નિર્વાણનો સમય નિકટ આવી પહોંચ્યું છે. મારી અતિમ આશાનું આ અન્તિમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224