________________
૧૮૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વિધમ જનો માટે તમારા મનમાં જે ધિક્કાર છે, તેને થોડા વખતને માટે વિસારી મૂકે, અને બાલ્યાવસ્થાના બનાવેનું સ્મરણ કરે. તમારે એક જ્યેષ્ઠ ભ્રાતા હતા, તેની સ્મૃતિ કરો. બંધો ! ગઈ કાલે યુદ્ધભૂમિમાં જ્યારથી તમારા મુખનું મેં દર્શન કર્યું હતું, ત્યારથી સંદેહમાં હું વ્યાકુલ બની ગયો હતો. તમારે યુદ્ધવેશ જ મારા સંશયને હેતુ થયે હતે. હવે મારા તે સંશયનો નાશ થયે છે. પ્રિય બંધે પ્રભાત ! જે તમારા મનમાં ધૃણા ન હોય, તો શૈશવાવસ્થામાં, જેનામાં તમે દેવસમાન ભક્તિ રાખતા હતા, છાયાસમાન જેના સંગે વસતા હતા અને વિદ્યોપાર્જનમાં જેના તમે સહાધ્યાયી હતા, તે તમારા બંધુ, કે જેનું જીવન આજે લગભગ દશ વર્ષથી લજજા, ધૃણું અને અનુતાપથી બન્યા કરે છે, જેના ભયંકર અત્યાચાર અને નિંદ્ય દેવદ્રોહથી ત્રાસ પામીને આર્યજનો જેને કાળાપહાડના તિરસ્કરણીય નામથી બોલાવે છે, તે દુર્ભાગી નિરંજનને-નહિ–નહિ-તે બ્રાહ્મણ કુલાંગાર કાળાપહાડને–પોતાના તે વિધર્મી ભ્રાતાને ભ્રાતા તરીકે સ્વીકારે!!”
પ્રભાતને જાણે પોતાના શિરે વજનો પાત થયો હોયની! તેવો ભાસ થયે. ક્ષણ બેક્ષણ તો જાણે આકાશના કકડે કકડા થઈને તૂટી પડ્યા હેયની! એવા ભ્રમમાં જ તેની મતિ રહી. પિતાના દેહનું ભાનપણ થોડીવાર માટે તે ભૂલી ગયે. શુદ્ધિમાં આવીને જ્યારે પુનઃ સ્થિર દષ્ટિથી તેણે યવન સેનાપતિના મુખનું અવલોકન કર્યું, ત્યારે જાણે તે જ ઉદાર મુખમંડળ, બાલ્યાવસ્થાની તે જ સ્નેહ અને મમતાપૂર્ણ છે સહોદરની ઉદાર દેવમૂર્તિ અને તે જ નિરંજનની પ્રતિમા પિતા સમક્ષ આવીને ઉભેલી હોય, એ તેને નિશ્ચય થયો! પ્રભાતે પિતાના ભાઈને કંઠધ્વનિ પણ ઓળખ્યો અને ભેદરૂપી પટ ખુલી જતાં જ તે પોકાર કરીને બેલ્યો કે, “બંધ!”
માત્ર એ શબ્દને ઉચ્ચાર કર્યો કે, ત્વરિત પ્રભાતના કંઠને અવરાધ થઈ ગયો, અને તેમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં. બન્ને ભાઈ
ડીવાર સુધી મૂક મુખે એકબીજાના મુખચંદ્રનું નિરીક્ષણ કરતા રહ્યા. એમ કેટલોક વખત વીતવા પછી મનના વેગને રોકીને પ્રભાતકુમાર બાલ્યા કે, “બંધે! મને એ પણ એવી આશા હતી નહિ કે, આ જન્મમાં પાછો તમારો મેળાપ થશે. આજે અચાનક આવી રીતે તમારું દર્શન થવાથી હું મને પોતાને બહુ જ ભાગ્યશાળી માનું છું. પરંતુ મને આજે આ શું ભયાનક દશ્ય દૃષ્ટિએ પડે છે! સ્વધર્મનિરત, વેદવેદાંગનિપુણ અને યવનદ્રોહી નિરંજન પોતે જ યવન જેવા કેમ જોવામાં આવે છે ? નિરંજનના નિર્મળ શરીરને યવનવસૅ મલિન કરતાં કેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com