Book Title: Jagannathni Murti Ane Bharatnu Bhavishya
Author(s): Narayan Visanji Thakkur
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 194
________________ ૧૮૪ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય બુદ્ધિને દબાવવા લાગ્યો. તેણે એકવાર કાંઈક પૂછવાનો વિચાર કર્યો, પણ શબ્દો કંઠપર્યન્ત આવીને અટકી પડ્યા–મુખમાંથી બહાર નીકળી શક્યા નહિ. એકવાર કાળાપહાડની છાવણીમાં અપમાન થએલું હોવાથી - જો કે કાળા પહાડ માટે પ્રભાતના હૃદયમાં સંપૂર્ણ ધિક્કાર વ્યાપેલો હતો, તેપણ આ વેળાએ તેના પ્રતિ એનું હૃદય પણ કેણ જાણે શા કારણથી આકર્ષતું હતું–ઈશ્વરની લીલા ઈશ્વર જાણે! ––– –– પંચમ પરિછેદ બધુમીલન વીર યુવક ! તમારી મુખાકૃતિ જોતાં તત્કાળ એવું અનુમાન . કરી શકાય છે, કે તમે આ દેશના વાસી નથી. તમે કોઈ વિંગવારસી હે, એમ દેખાય છે. ત્યારે પરાયા દેશના હિત માટે પોતાના જીવને જોખમમાં નાખવાનું શું કારણ હતું, તે જણાવશે ” બહુવાર પછી મહાપ્રયત્ન કાળાપહાડે એ પ્રશ્ન પૂછળ્યો. જ્યાં આપને નિવાસ હોય છે અને જ્યાં આર્યોનાં ધર્મકર્મોને પ્રચાર હોય છે, તે જ સર્વ આયન દેશ છે. આર્યોના હિતમાટે એક- • આમૅનર પ્રાણાહુતિ આપવાને તૈયાર થાય, તો તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું પણ નથી. પરંતુ હા-એક આર્ય મુસભાન થઈ જાય અને મુસલ્માનોના લાભ માટે પોતાના સ્વજાતીય આર્યજનેને નાશ કરવા માંડે, એમાં આશ્ચર્ય રહેલું છે ખરું?” અવિચલિત ભાવથી પ્રભાતે નિઃશંક ઉત્તર આપ્યું. એ વિષયના વિચારો તમને અધિકાર નથી. હિન્દુઓ જાતીયજીવનથી હીન, ભીરુ, કાપુરુષો અને શસ્ત્રવિદ્યાથી સર્વથા અજ્ઞાત છે. તેમને આવી વીરતા કાઈ કાળે પણ શોભા આપી શકે તેમ નથી.” કાળાપહાડે કહ્યું. ત્યારે હું પણ એ પ્રશ્નનું ઉત્તર આપવાનું કોઈ કારણ જેતે નથી. કારણ કે, તેવા ઉત્તરના શ્રવણને તમને પણ અધિકાર નથી.” પ્રભાતે તેટલા જ બળથી એ ઉત્તર આપતાં કહ્યું. કાળેપહાડ કિચિત હસ્યા અને બેલ્યો કે, “મરણને સમક્ષ આવી ઉભેલું જોઈને મનમાં ભીતિ ઉત્પન્ન થાય છે કે શું?” “ભીતિ, એ શબ્દની મને સ્મૃતિ પણ નથી, ત્યારે તેના પ્રત્યક્ષ અનુભવ તે મારા મનને ક્યાંથી જ હોય ? જો તમારું ધારવું એમ હય, તે એમાં તમે મોટી ભૂલ કરી છે!” પ્રભાતે વીરતાથી જ એ વાક ઉચ્ચાર્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224