________________
૧૮૨
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
ઉચ્ચાર કરી શકાયા નહિ. હાયરે ! દુધૈવ ! આ તારી કેવી ક્રૂરતા ? કેવી નિષ્ઠુરતા ? સત્ય માર્ગે વિચરનાર સંકટમાં અને અસત્યગામી આનન્તમાં, એ તારા કેવા અસત્ય ન્યાય?
જે સ્થળે ઉપર્યુક્ત ઘટના થતી હતી, તે સ્થળથી ઘેાડા જ અન્તરપર આપણા પૂર્વપરિચિત ન્યાયરનના તં" આવેલા હતા. તે પોતાના તંબૂમાં ઉષાના શેાધમાટે જગન્નાથપુરીમાં જવાની તૈયારી કરવામાં ગુંથાયલા હતા. તે પ્રાતઃકાળની સંધ્યા પૂજામાંથી મુક્ત થયેા હતેા અને પુરીમાં જઈને ઉષાને કેવી રીતે શેાધવી, એના વિચારમાં લીન થએલા હતા. મહન્ત પણ તેના સાથે જવાના હતા. માત્ર સૈનિકાના આગમનના જ વિલંબ હતા. એટલામાં ઉષાના નનિ તેના કર્ણોમાં અથડાયા અને તે ક્ષણે જ ન્યાયરત્ન ઉઠીને એકાએક ઉભા થઈ ગયા. અત્યંત અનુરાગમાં એક પ્રકારની કેવી પ્રબળ આકર્ષકશક્તિ રહેલી હાય છે, એનું અહીં પ્રત્યક્ષ દર્શન થઈ શકતું હતું. ઉષાના સ્તનધ્વનિ સાંભળતાં જ તેના વૃદ્ધ અને ક્ષીણુ શરીરમાં શતાવધિ વૃધ્ધિકાના દંશ થયા હાય, તેવી વેદના થવા માંડી. વૃદ્ધ ન્યાયરત્ન પેાતાના દેહનું ભાન ભૂલીને જ્યાંથી તે રુદન સંભળાતું હતું, દિશામાં કાઈ ઉન્મત્ત મનુષ્ય પ્રમાણે દોડવા લાગ્યા. એ ક્ષણે તેના આદર્શે વિચિત્ર રૂપધારણ કર્યું હતું. વાયુના સુસવાટામાં તેને ઉષાનાં એવાં વાક્યા સાંભળવામાં આવ્યાં કે, “અરે! તમારામાંથી કાઈ પણુ મારી પાસે આવશે નહિ ! હું તમને પગે પડું છું. મારા શરીરને સ્પર્શ કરશે। નહિ, એમ થવાથી મારી પવિત્ર જાતિ અને મારા પુનિત ધર્મના નાશ થશે !' એ શબ્દો સાંભળતાં જ ન્યાયરત્નના મનમાં વધાતની વેદનાનેા અનુભવ આવવા માંડ્યો.
એટલામાં એક સિપાહી ન્યાયરત્ન પાસે દોડતા આવ્યા અને કહેવા લાગ્યા કે, “ પંડિતજી ! જરા જલ્દી આવેા. જે હિન્દુ સેનાપતિને કેદ કરવામાં આવ્યા છે, તેની પાસે એક ઔરત આવીને બહુ જ રાયા કરે છે. એ ઔરત વંગવાસિની હાય, એમ દેખાય છે, માટે ચાલીને જરા જુઓ તે! ખરા કે, એ તેા આપની પુત્રી નથી ?”
ન્યાયરત્નમાં હવે માલવા માત્રનું પણ સામર્થ્ય રહ્યું નહિ. તેની રામનામી શરીરપરથી ખસી ગઈ, બન્ને જંધા કંપવા લાગી અને મદિરાપાની પ્રમાણે લથડતા ચાલીને સિપાહી સાથે તે જે સ્થાને ઉષા રાતી ઉભી હતી, તે સ્થાને આવી પહોંચ્યા. પુનઃ ઉષાના વિલાપસ્વર તેના સાંભળવામાં આવ્યા અને તે આ પ્રમાણે હતા, પ્રથમ મને મારીને પછી આ કેંદીને મારોા, તા ઈશ્વર તમારું કલ્યાણ કરશે. આ સંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com