________________
૧૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય તરીકે આ કેદીનું જીવન મને આપી ઘો-ગુઈક્ષિણા તરીકે આ બંદીવાનના પ્રાણ મને સોંપી દ્યો. નિરંજન! આ કેદી તે તારે પ્રેમી સદર પ્રભાત છે.” પરંતુ તેણે જોયું કે, બને ભાઈ પરસ્પર પ્રેમાલિંગનથી” બંધાયેલા હતા, એટલે તેનાં નેત્રમાંથી નીરની ધારા વહેવા લાગી. ધન્ય-ધન્ય!! તે સર્વે નિયંતાને સહસ્ત્રશઃ ધન્યવાદ હે! હે ઈચ્છાપૂરક ભગવન! મારી સર્વ આશાઓ તે પરિપૂર્ણ કરી!” ન્યાયરને મનસ્વી ઉગારે કાઢયા. તેનાથી પ્રકટ બેલી શકાયું નહિ.
ન્યાયરત્નનો કંઠસ્વર સાંભળતાં જ સેનાપતિ કાળેપહાડ પ્રભાતના આલિંગનથી મુક્ત થઈને ગુરુનાં ચરણોમાં આળોટવા લાગ્યો, અને બોલ્યો કે, “ગુરુરાજ ! અત્યારસૂધી ધર્મ કર્મના રહસ્યને હું લેશ માત્ર પણ જાણી શક્યો નથી. માત્ર એટલું જ જાણી શક્યો છું કે, અદષ્ટદૈવ સત્ય છે. બીજું એ જાણવામાં આવ્યું કે, મનુષ્યોને પાપનો દંડ મળે છે, કુકર્મોનું ફળ ભોગવવું પડે છે, પુનર્જન્મનું અસ્તિત્વ છે અને સ્વર્ગમાં દેને વાસ પણ છે. આજે મારું જીવન સફળ થયું અને આપનો આશીર્વાદ પણ સફળ થયે. જગન્નાથપુરીના યુદ્ધમાં જે વીર મારા સૈનિકોના હસ્તે ચતુર્ભુજ થયો હતો, તે જ આ જુઓ મારે પ્રિય સહદરમાડીજાયો વીર પ્રભાત છે! મારાં કેવાં સદભાગ્ય કે, અંત સમયે પણ બંધુમલન થયું.” કાળાપડાડે કિચિત આનંદના ભાવથી ગુરુનાં ચરણોમાં બનેલો સર્વ વૃત્તાંત નિવેદિત કર્યો.
ન્યાયરને પ્રેમપૂર્ણ દૃષ્ટિથી પ્રભાતપ્રતિ નિહાળીને સેનાપતિ કાળાપહાડને હાથ પકડીને તેને ઉભો ક્યો. ઉઠીને સેનાપતિએ જોયું તો પિતાના ગુરુના પૃષ્ઠ ભાગે એક અલૌકિક રૂપવતી બાળા ઉભી હતી. તે એકાએક ગભરાઈને બેલી ઉઠ્યો કે, “ગુરુરાજ ! આ દેવબાળ કેણ છે?”
ન્યાયનનાં નેત્રમાંથી આનન્દનાં અશ્રુ વહેવા લાગ્યાં, તેથી તત્કાળ ઉત્તર ન આપતાં ડીવાર રહીને તે બોલ્યો કે, “એ મારી પ્રાણપ્રિય પુત્રી ઉષા છે. તે એને બહુ વર્ષોથી જોઈ નથી, એટલે તારાથી કેમ ઓળખી શકાય? તારી સાથે આવવાથી મને મારી પ્રિય પુત્રી પણ મળી ગઈ!” - “ઉષા ક્યાં અને કેમ મળી? ઉષે! બહેન ! તું મને ઓળખી શકે છે કે?” એમ કહીને કાળાપહાડે પિતાની કરાંગુલિમાંથી એક રનજડિત મુદ્રિકા ઉતારીને ઉષાના હાથમાં આપી. ઉષા આશ્ચર્યસહિત સેનાપતિના મુખનું સૂક્ષ્મ સમીક્ષણ કરવા લાગી. તેના કોમળ મનમાં અનેક પ્રકારના વિચારો આવી ગયા.
એ અપૂર્વ સંમીલન પછી ચારે તરફથી મહા આનન્દમય કલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com