________________
શિશિખર કારાગાર
૧૭૯
નેત્રાથી ઉષા ખેાલી કે, પ્રભાત !” નવીન અનુરાગજનિત લજ્જાના લાપ થઈ ગયા અને સમાગમનિત ચકિત ભાવ પણ અદૃશ્ય થઈ “ગયા. પુનઃ કાઇના પણ મુખમાંથી કાઈ પણ પ્રકારના શબ્દ નીકળવા પામ્યા નહિ.
એટલામાં શસ્ત્રથી સુસજ્જિત છે યવનસૈનિક તે તમાં આવીને ઊભા રહ્યા અને પ્રભાતને ઉદ્દેશીને એક સૈનિક કહેવા લાગ્યા કે, “ચાલા–સાહેબ ! અહુવાર સુધી બેઠા. હવે બીબીની મહબ્બત છેડી ઘો-વખત પૂરા થઈ ગયા છે–તમારી જિન્દગીના દહાડા ભરાઈ ચૂકયા છે !” હતાશ હૃદૃયથી ઉભય પ્રયિજના એક ખીજાના મુખનું અવલાકન કરવા લાગ્યાં. પ્રભાત ઊઠીને ઊભા થયા અને રુંધાયલા સ્વરથી ઉષાને અંતિમ સંખાધન કરીને ખેાટ્ચા કે, ઉષે! મારે તને ઘણી વાતા કહેવાની હતી; પરંતુ કાંઈ પણ કહી શક્યા નહિ. હવે આપણા પરસ્પર સંભાષણુના અને જીવનના અત્યારે જ અંત થએલા સમજવાના છે ! હું જાઉં છું—ગભરાઇશ નહિ-સતીત્વની રક્ષા કરજે-આપણે અહીં નહિ તે પાછાં સ્વર્ગમાં તે અવશ્ય મળીશું. પરમાત્મા તારા સંરક્ષક થા ! !”
છિન્નમૂલા લતા પ્રમાણે ઉષા પ્રભાતનાં ઉભયચરણા પકડીને ધૂળમાં આળાટવા લાગી !!! અહા! પ્રેમના કેવા વિચિત્ર અને અલૌકિક પ્રભાવ ! ખરેખર આ લાક-મૃત્યુલેાકમાં પ્રેમીજનાનું જીવન જ સાર્થક અને સફળ છે, એમ જે કહેવામાં આવે છે, તે રંચેચ સત્ય અને અતિશયાક્તિહીન છે; એમાં લેશ માત્ર પણ સંશય નથી.
પરંતુ પ્રભાતનાં ચરણની ધૂલિના સેવનનું સુખ પણ દુષ્ટ દૈવથી દેખી શકાયું નહિ. યમદૂત સમાન ક્રૂરતા ધારીને આવેલા યવન એ પ્રભાતને ત્વરિત ચાલવાની આજ્ઞા કરી. પ્રભાતના તેમની આજ્ઞાને વશ થવા વિના ખીન્ને ઉપાય જ નહાતા. એકવાર વળી પશુ ઉષાના મુખમંડળમાં અંતિમ દૃષ્ટિપાત કરીને પ્રભાત વન–ધમતા સાથે નિરુપાયવશ ત્યાંથી ચાહ્યા ગયા.
જ્યાંસૂધી દષ્ટિ પહોંચી શકી ત્યાંસુધી તે ઉષા પ્રભાતને નિહાળતી રહી, પરંતુ જ્યારે તે સર્વથા અદશ્ય થયા, ત્યારે વિયેાગનું દુઃખ સહન ન થવાથી તેણે પેાતાના કેશકલાપ વિખેરી નાખ્યા અને સૂચ્છિત થઈને ચત્તીપાટ ધરણીપર ઢળી પડી. પ્રભાતકાલીન સૂર્યનારાયણુ વિના તેના દુ:ખનું અલાકન કરનાર ખીજું કાઈ પણ ત્યાં હતું નહિ. ચાડીવાર પછી ઊઠીને તે પણ ચાલતી થઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com