________________
શિબિર કારાગાર
૧૭ધ પ્રભાતનાં નેત્ર સમક્ષ મહાનિદ્રાની અનન્ત શેયા પાથરેલી હતી. તથાપિ ચિન્તાપી વૃશ્ચિકાના દંશની વેદનાને વિનાશ કરવાના હેતુથી તે નિદ્રાદેવીનું આવાહન કરવા લાગ્યો. પરંતુ તેની એ ચેષ્ટા વ્યર્થ હતી. પ્રભાત એ જાણતો નહતો કે, મૃત્યુની છાયામયી શસ્યા અને અશ્રુધારાપૂર્ણ નેત્રો તે નિદ્રાદેવીનું પ્રકૃત આસન થઈ શકતું નથી. ધીમે ધીમે એક પછી એક એમ અનુક્રમે તેના મનમાં સુખની સ્મૃતિ અને સુખની આશાઓનો ઉદ્ભવ થવા લાગ્યો. છતાં પણ આપણે તે તેની તે સુખસ્મૃતિને દીપકની શિખાની અને આશાઓને સ્વમની જ ઉપમા આપીશું. પ્રભાતનું હૃદય વ્યાકુલતાપ વતની ભયંકર જવાળાના સ્પર્શથી ભડભડ બળવા લાગ્યું.
જ્યારે જે વસ્તુની આશા જતી રહે છે, ત્યારે તે વસ્તુની પૂર્વ સ્મૃતિઓ તે આશા કરવાવાળાના હદયને વ્યાકુળ બનાવી, તેના જીવનની ગ્રંથિઓને એક એક કરીને કાપવા માંડે છે અને તેના હદયંપિંજરને ચૂર્ણ કરીને એવી એક પ્રકારની યાતનાનો અનુભવ કરાવે છે કે, મૃત્યુની અનિવાર્ય યાતના પણ તેના સમક્ષ કુછ બિસાતમાં નથી. જેના મનમાં કઈ પણ વસ્તુની આશા નથી, જેના હૃદયને સુખસ્મૃતિઓને અમૃતમય સ્પર્શ નથી થયો અને જે પુરુષ સંસારની ગ્રંથિઓથી બંધાયેલ નથી હતા, તેવા મનુષ્યના હૃદયમાં કોઈ પણ પ્રકારનું દુ:ખ પણ થઈ શકતું નથી. પ્રભાત ! તે સુખની સ્મૃતિ શા માટે કરી અને પોતાના જીવનની ગ્રંથિઓને શા માટે દઢાવી? જો તેમ ન કરત તો આજે તારી સુખશાને કંટકમય થવાને દુઃખદ પ્રસંગ પણ ન આવત!
પ્રભાત ઘેર ચિન્હાસાગરમાં ગોથાં ખાતો હતે. એક તો અધઃ૫તિત હિન્દુજાતિના ભવિષ્યના પરિણામની ચિન્તા અને દ્વિતીય સ્વસમાન કષ્ટ ભોગવવાવાળી પ્રિયતમા ઉષાની ચિન્તાએ તેના હૃદયને અત્યંત વ્યાકુળ બનાવી દીધું હતું. તેણે ઓરીસાના સ્વાતંત્ર્યરક્ષણ માટે પોતાના પ્રાણ સુદ્ધાં પણ અર્પણ કરવાની ચેષ્ટા કરી હતી, પરંતુ તેની તે ચેષ્ટા સર્વથા વ્યર્થ અને નિષ્ફળ થઈ હતી. સંપૂર્ણ વિગદેશ મુસભાનોની સત્તા
૫ શ્રૃંખલામાં બંધાઈ ગયો અને આયના જાતીય જીવનનો ચિરકાલનેમાટે ઘોરતમ અંધકારમાં લોપ થવા લાગે ! નિર્દય યવનો બંગાલાના ચક્રવર્તી રાજા થયા. હવે વાત વાતમાં હિન્દુઓ મુસલ્માનના પગની ઠેકરે ખાશે અને અત્યાચારપર અત્યાચાર થવા માંડશે. આયનાં ધર્મ કર્મ ધીમે ધીમે રસાતલમાં ચાલ્યાં જશે; એવા એવા અનેક વિચાર પ્રભાતના મનમાં આવ્યા અને તેને અસહ્ય વેદના થવા લાગી. સાધારણ રીતે પણ સ્વદેશના હિત માટે જેના પ્રાણ પીડિત થયા કરે છે, તેના હૃદયમાં સ્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com