________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય થએલી છે. હું સેનાપતિને મળી આવું, ત્યાં સુધી આપ અહીં વિશ્રામ કરો. ત્યાં જે વાતનો નિશ્ચય કરવામાં આવશે, તે હું આવીને આપને કહી સંભળાવીશ. હું આજ્ઞા ઈચ્છું છું.”
“આજ્ઞા ઇચ્છવાની કશી પણ આવશ્યકતા નથી. શુભ કાર્યમાં વિલંબ કરે અગ્ય છે; માટે આનન્દ પધારો.” મહત્વે સંમતિ આપી.
વાયરત્ન પિતાના તંબૂમાંથી બહાર નીકળ્યો અને સિપાહી સાથે સેનાપતિ કાળ પહાડના તંબૂની દિશામાં ચાલવા લાગ્યો. પાછળ તેબૂમાં વીસાનો મહત્ત એકલો જ રહ્યો અને તે સર્વથા એકાન્તવાસ જેઈ શ્રી જગન્નાથની અર્ધદગ્ધ મૂર્તિની દુર્દશાના દર્શનથી એક અલ્પવયસ્ક બાળક પ્રમાણે ડૂસકાં ભરી ભરીને રુદન કરવા લાગ્યો. ખરેખર ધર્મ શ્રદ્ધા–પછી તે સત્ય હોય કે અસત્ય-અવનીની એક વિચિત્ર વસ્તુ છે.
દ્વિતીય પરિચ્છેદ
યવન સૈનિકે જે સ્થળે મુસલમાનોએ પિતાની છાવણી નાખેલી હતી, ત્યાંથી થોડા અંતરે ચિલ્કાહૂદના તીરે એક વિશાળ વટવૃક્ષતળે બે યવન સૈનિકે અંધકારમાં ઊભા ઊભા પોતપોતામાં કાંઈક વાત કરવામાં રોકાયેલા - હતા. એક સૈનિકે બીજાને સંબોધીને કહ્યું કે, “મહબૂબ ચચા! તમે આ કામ સારુ ન કર્યું. હજી પણ જો તમે પોતાની ભલાઈ ચાહતા હો, તે એના પરથી પોતાનો દાવો છેડી ઘો.” |
અરે એવા હાથમાં આવેલા શિકારને છેડી શકાય ખરો કે? બાદશાહ સલામતના મહેલમાં પણ એવી હસીન અને ખૂબસૂરત ઔરત હશે કે નહિ, એને શક છે ! ગુજરનાર દરગાહવાલી અને એની શકલ જાણે એક જ સાંચામાં ઢાળેલી હાયની! એવી આબેહબ મળતી આવે છે.” બીજા સૈનિક મહબૂબે કિંચિત ખિન્ન મનથી ઉત્તર આપ્યું.
“એ તે હું પણ જાણું છું, પણ આજકાલ હવાલદાર સાહેબને મિજાજ બહુ જ બગડી ગયો છે. તેમને એવો હુકમ થયો છે કે, “જે કઈ પણ ઔરતેપર જુલમ કરશે, તેને ફાંસીને લાકડે લટકાવવામાં આવશે.” એ શું તમારા જાણવામાં નથી આવ્યું ?” પ્રથમ સૈનિકે પિતાના ભયનું કારણ બતાવ્યું.
“એ હુકમ ક્યારથી જારી થયો છે ?” મહબૂબે ભયથી પૂછ્યું. -
“આજે બે દિવસ થયા એ હુકમ જારી થયો છે. મને તો એમ જ લાગે છે કે, લશ્કર સાથે આવેલા પેલા બુદ્દા બ્રાહ્મણે જ હવાલદાર સાહેબને બગાડી નાખ્યા છે. જુઓ તે ખરા-આટલી મેટી લડાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com