________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ઉષા છે. મારા સાંભળવા પ્રમાણે તે બાળાનું જન્મસ્થાન નવદીપમાં છે. આજે ચાર પાંચ કે છ વર્ષથી તેનાં માતાપિતા તેને છેડીને ક્યાંક ચાલ્યાં ગયાં છે. હલાયુધ મિશ્રનો આ યુદ્ધમાં ઘાત થયો છે.” મહન્ત અનુ- - માનથી પોતાના જાણવામાં હતી, તેટલી કથા યથાસ્થિત કહી સંભળાવી.
એ વૃત્તાન્ત સાંભળતાં જ ન્યાયરત્ન અધીર બની ગયે. તેનું મસ્તિષ્ક ચકરાવા લાગ્યું. તે અત્યંત વ્યગ્રતાથી કહેવા લાગ્યો કે, “મહન્તજી ! જો આપ કહો છો, તે વાત સત્ય હોય, તે એ ઉષા મારી અવશ્ય કન્યા જ હોવી જોઈએ. સત્ય કહો–શું ઉષાને આપે જેએલી છે ? શું આજ સુધી મારી ઉષાં જીવતી છે ? શું હું તેને પુનઃ આ વૃદ્ધ અને મંદ પ્રકાશવાળા નેત્રોથી એકવાર જોઈ શકીશ?”
અસત્ય વદવામાં મને શું લાભ થવાનો છે? હું સત્ય કહું છું કે, ઉપાને મેં જોઈ છે–તે એક બહુ જ સુન્દર બાળા છે.” મહને કહ્યું.
હા-મારી ઉષા પણ બહુ જ સુન્દર બાળા હતી અને તેથી જ હું તેને આનન્દદાયિની ઉષાના નામથી જ બોલાવતો હતો. તેનું શરીર સ્વર્ણલતા સમાન હતું અને મુખ દેવબાળા સમાન શોભતું હતું. મહંતજી, મારું મન મને સાક્ષી આપે છે કે, એ ઉષા તે મારી પુત્રી જ હેવી જોઈએ. હું મહાદુર્ભાગી છું, માટે મારા હૃદયમાં સ્વને પણ એવી આશા હતી નહિ, કે, કઈ દિવસે પણ હું ઉષાને પુનઃ જોઈ શકીશ. ચાલો–પંડ્યાછ! અત્યારે આ વેળાએ જ આપણે જઈને જોઈ આવીએ કે, એ મારી ઉષા છે કે નહિ ?” ન્યાયને વૈર્ય ધરી ન શકવાથી એકાએક પિતાની ઉત્કંઠા દશવી.
“આપ અધીર ન થાઓ. આપે જેટલો અને જે પરિચય આપેલો છે, તેથી તે ઉષા આપની જ પુત્રી હોવી જોઈએ, એ મારે નિશ્ચય થઈ ગયા છે. એમાં શંકા જેવું કાંઈ પણ નથી. હલાયુધ મિએ મહાયત્નથી એ બાળાનું પ્રતિપાલન કરેલું છે અને તેની સ્ત્રી અને કન્યા પણ ઉષાને બહુ જ પ્રેમની દૃષ્ટિથી જુએ છે. મહેનતે ન્યાયરનની આશા વધારી.
મારી પુત્રીનાં પરિપાળકનું ઈશ્વર કલ્યાણ કરશે! પરંતુ મહન્તજી! હું મહા દુર્ભાગી છું. માટે મારી આશા પૂર્ણ થશે કે નહિ, એ વિશે મારા મનમાં શંકા જ રહ્યા કરે છે. તમે તો જાણે જ છે કે, મુસભાનો કેવા નિષ્ફર અને ધર્મ કર્મથી શૂન્ય હોય છે, તે. આજે જે યુદ્ધની સમાપ્તિ થઈ છે, તે સમાપ્તિ પછી તેમણે પુરીમાં અવશ્ય શૂટ ચલાવી હશે જ! કદાચિત મારી ઉષાને પણ તેમણે મારી નાખી હોય, તે તેમાં પણ આશ્ચર્ય જેવું કાંઈએ નથી.” એમ કહીને ન્યારત્ન મહા -શોકાતુર અને હતાશ થઈ ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com