________________
બ્રાહ્મણયુમ
૧૬૭
પહાડ છે, પરંતુ વાસ્તવિક રીતે તેનું નામ કાળપહાડ નથી અને તેને જન્મ પણ યવન વંશમાં થયો નથી. એક મહા કુલીન બ્રાહ્મણના ગૃહમાં -તેને જન્મ થએલો છે અને તેનું પ્રકૃત નામ નિરંજન છે. નવદીપમાંની મારી પાઠશાળામાં એ નિરંજન ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરતા હતા અને એના જેવો બુદ્ધિમાન અને વિવેકી બીજે કઈ પણ છાત્ર મારી પાઠશાળામાં તે વેળાએ હતો નહિ.” વાયરને પોતાની કર્મકથા કહી સંભળાવી.
આ આપ શું કહે છે ? નિરંજન બ્રહ્મકુમાર છતાં યવન કેમ અને કેવી રીતે થયો ? આ તે વળી વધારે આશ્ચર્યકારક ઘટના છે!” મહતે આશ્ચર્યદર્શક વિચિત્ર મુખમુદ્રા બનાવીને એ ઉદ્ગાર કાઢ્યા.
એ કથા બહુ જ લાંબી છે, તેથી અત્યારે તેનું વિસ્તારથી વિવેચન થઈ શકે તેમ નથી. તે પણ તમારે સંદેહ દૂર કરવા માટે શેડીક વાર્તા હું કહીશ. હું આ યવન સાથે આવ્યો છું, એનું એક ખાસ કારણ છે. કેટલાંક વર્ષ પહેલાં હું શ્રી જગન્નાથની યાત્રાએ આવ્યો હતો અને તે સમયે દુર્દેવવશાત વળતાં મારી જીવન સર્વસ્વા એકની એક કન્યા માર્ગમાં ખોવાઈ ગઈ હતી. તે વાયલી કન્યાના શોધ માટે જ - આ મારા વિદ્યાર્થી સાથે અહીં આવેલો છું. કારણ કે, એણે મને તેને શોધી આપવાનું વચન આપેલું છે. હું આ વેળાએ ગાંડ બની ગયો છું અને મારું મન ઠેકાણે નથી.” વૃદ્ધ વાયરને કર્મકથા લંબાવી.
“તમારી કન્યાનું નામ શું છે ?” મહત્વે આતુરતાથી પૂછયું.
“પંડ્યાજી! હવે મારા મુખથી તેના નામને ઉચ્ચાર કરવાની મારી ઈચ્છા થતી નથી. કારણ કે, તેના નામના ઉચ્ચારથી મારા મનમાં બહુ જ વેદના થાય છે. મેં ઘણું જ પ્રેમથી તેનું નામ ઉષા રાખ્યું હતું.” વાયરન્ને મહા દુઃખથી ઉત્તર આપ્યું.
“ઉષા? વા–તે વેળાએ તેની અવસ્થા કેટલાં વર્ષની હતી?” મહત્વે પાછા કાંઈક વિચાર કરીને પ્રશ્ન કર્યો.
તે વેળાએ તો અવસ્થા નાની હતી, પણ આજે જે જીવતી હત, તે તેની અવસ્થા લગભગ ચૌદ પંદર વર્ષની હેત.” ન્યારત્નનાં નેત્રોમાંથી એ ઉત્તર આપતાં ઉષ્ણ અશ્રુનાં બિન્દુ ટપકી પડ્યાં.
” “આપ નિશ્ચય કરીને જાણજો કે, આપની કન્યા આપને અવશ્ય મળશે. આજે આપે જે દેવ સમાન અદ્વિતીય પુણ્યકાર્ય કરેલું છે, એના ફળપે આપની ઈચ્છા અવશ્ય પરિપૂર્ણ થશે. જગન્નાથપુરીમાં હિલાયુધ નામક મારા એક આત્મીય સજ્જન રહે છે અને તેમના ગૃહમાં કાઈક અજ્ઞાત ચૌદ પંદર વર્ષના વયની બાળા રહે છે, તેનું નામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com