________________
બ્રાહ્મણુયુગ્મ
૧૬૫
અનુસરીને મહાન આંગ્લ નાટ્યગુરુએ પણ પોતાના એક નાટક્રમાં એક સ્થળે લખ્યું છે કે, - The whirling of time brings in his revenges.” અને તે અક્ષરે અક્ષર સત્ય છે. અસ્તુ.
પંચમ ખણ્ડ
**OOO**
પ્રથમ પરિચ્છે
બ્રાહ્મણુયુગ્મ
યુદ્ધની સમાપ્તિ થવા પછી મુસલ્લ્લાનાએ ચિત્કાહૂદના તીરે એક લાંબા પહેાળા મેદાનમાં પાતાની છાવણી નાખી. સહસ્રાવધિ સૈનિકા વિજયથી ઉન્મત્ત થઇને આનન્દ્રથી પાતપેાતાના શ્વેતરંગી વસ્ત્રસદનામાં ખેડા ખેડા ગીતા ગાવામાં લીન થએલા હતા. ચિલ્કાહૂદના નિર્મળ જળરાશિમાં, આકાશમાં ચમકતા એ તારકાના પ્રતિબિંબનું દર્શન થતું હતું. મુસમાનાના તંએથી ઘેાડાક અંતરે આવેલા એક નાના તંબૂમાં એક વૃદ્ધ બ્રાહ્મણુ પાતાના દર્ભોસનપર બેસીને સાયંકાલની સંધ્યાપાસનામાં નિમગ્ન થએલા હતા અને તેની પાસે બેઠેલા એક ઉત્કલવાસી બ્રાહ્મણ જગન્નાથની ભમ મૂર્તિને પેાતાના અંકમાં લઈને આશ્ચર્યસહિત પૂર્વકથિત વૃદ્ધ બ્રાહ્મણના મુખનું અવલેાકન કરવામાં એકાગ્રચિત્ત બની ગયા હતા. એ વૃદ્ધ વિપ્રથી વાચકા અપરિચિત નથી. એ તેમના પૂર્વપરિચિત ન્યાયરત્ન અને નિરંજનના ગુરુ જ હતા. ઉષાના શાધમાટે તે સેનાપતિ કાળાપહાડ સાથે આરીસામાં આવ્યા હતા, એ પણ વાચકા જાણે છે જ, અને એના આગ્રહથી જ સેનાધ્યક્ષે એ સ્થાને છાવણી નાખી હતી.
વૃદ્ધ બ્રાહ્મણ પાસે જે ખીને બ્રાહ્મણ બેઠા હતા, તેને લેાકા વીસાના મહુન્તના નામથી ઓળખતા હતા. વાચકેાના પૂર્વપરિચિત ધર મિશ્રના એ કાઈ આત્મીય સજ્જન થતા હતેા. જે સમયે શ્રીમંદિરમાંથી પઠાણા જગન્નાથની મૂર્તિને ઉપાડી લાવ્યા, તે સમયે મહુન્તથી મૂર્તિના મેહના ત્યાગ કરી શકાયા નહિ અને તેથી પદ્માણ સેનાના પીછે પકડીને તે અહીં સુધી આવ્યા હતા. સેનાપતિની આસાથી જે વેળાએ તે મૂર્તિને ખળતી ચિતામાં નાખવામાં આવી, તે વેળાએ તેણે ગગનભેદક રાદન કર્યું અને તે ચિતામાં પાતે પણ મળવામાટે આગળ વધ્યા. પરંતુ પડાણાએ તેને બળાત્કારે પકડીને કેદ કરી લીધા. ઈશ્વરેચ્છાથી તે જ પળે એ સમાચાર શ્રીન્યાયરનના સાંભળવામાં આવ્યા અને તેવા જ તે, તે ચિતાવાળા સ્થાને આવીને ઊભા રહ્યો. તે બ્રાહ્મણુની આવી દેવભક્તિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com