________________
૧૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય ' લડતાં લડતાં પ્રભાતકુમાર શત્રુઓની અગણિત સેનાના અધ્યભાગમાં જઈ પડ્યો. તેના અંધભાગે અસિના બે પ્રહાર થંયા, પરંતુ તે પ્રહારોને તેણે જરા પણ ગણકાર્યા નહિ. તે પિતાના તલવાર ચલાવવાના અને શત્રુઓના સંહારના કાર્યમાં એકતાનથી પ્રવૃત્ત રહ્યો. એટલામાં એક યવન સૈનિકની બરછી તેના ઘોડાના પેટમાં આવીને પેસી ગઈ પ્રભાતે મુખ ફેરવીને જોયું, તે એક અશ્વારાહી યવન પિતાના શિરપર તલવાર ખેંચીને ચાલ્યો આવતે તેના જેવામાં આવ્યા. તે પોતાની તલવારનો વાર કરવા જતો હતો, એટલામાં એક અન્ય વીર યુવકે પિતાની તલવારનો વારથી તેની તલવારના બે ટુકડા કરી નાખ્યા. ત્યારે
એ વીર કોણ હોવો જોઈએ? એ વીર તે સેનાપતિ કાળેપહાડ પતે હતા. તે પ્રભાતના પ્રાણનું રક્ષણ કરીને સર્વને ઉદ્દેશીને બોલ્યો કે, “આ વીર યુવકના શરીર પર કેઈએ પણ શસ્ત્ર કે અસ્ત્રનો પ્રયોગ ન કરવો, એ મારો સખ્ત હુકમ છે. એને માન મર્યાદાથી જીવતે જ કેદ કરી લ્યો.” કાળાપહાડની એવી આજ્ઞા થતાં જ યમદૂત સમાન ચાર અશ્વારોહી સિપાહીઓએ પ્રભાતકુમારને ચતુર્ભુજ કરી લીધું. સિંહ પાંજરામાં પૂરાયો. યવનોના ભીષણ કોલાહલથી પૃથ્વી, આકાશ અને અષ્ટ દિશાઓ થરથર કંપવા લાગ્યાં.
મંદિરના સંરક્ષક સૈનિકોના ઉત્સાહને વધારનાર હવે કઈ પણ રહ્યો નહિ. પ્રભાતના પ્રતિબંધના સમાચાર હલાયુધ મિત્રે તત્કાળ સાંભળ્યા, અને એ સમાચાર સાંભળતાં જ તેનું અધે બળ તે ત્યાં જ ક્ષીણ થઈ ગયું. વૃદ્ધ હલાયુધે ભવિષ્યનું માનસિક અવલોકન કર્યું–ચતુદિશામાં અંધકાર વ્યાપેલો તેના જેવામાં આવ્યું. તેણે પોતાના વૃદ્ધ જીવનની રક્ષા કરવાનું કાર્યો અયોગ્ય વિચાર્યું–તેને જીવનદીપ એકાએક અલૌકિક રીતિથી ચમકવા લાગ્યા. કેપ અને વિક્ષોભથી તે સિહ અને મેઘ સમાન વિચિત્ર નાદ કરવા લાગ્યો. એટલામાં મંદિરના સોપાનપર સેનાપતિ કાળો પહાડ ઊભેલો તેની દષ્ટિએ પડ્યો. સેનાપતિને જોતાં જ તાકીને તેણે તેના મસ્તકમાં પોતાની બરછીનો વાર કર્યો અને તે બરછી વીજળીના વેગે જઈને યવનસેનાધ્યક્ષના સ્કંધમાં પેસી ગઈ બરછી લાગતાં જ સેનાપતિએ પોતાનું શાસ્ત્ર ચલાવ્યું અને તેને આધાત થતાં
જ હુલાયુધનું મસ્તક ધડથી જુદું થઈ ગયું. અને તે ભૂમિપર પડીને વિચિત્ર નૃત્ય કરવા લાગ્યું. છેમંદિરના સંરક્ષક સૈનિક નાયકવિહીન થઈને ઈતસ્તતઃ પલાયન કરવા લાગ્યા. પઠાણે યુદ્ધને ત્યાગ કરીને મંદિરને લૂટવાના કાર્યમાં પ્રવૃત્ત થયા અને દેવભૂત્તિઓને તેડવા લાગ્યા. સેનાપતિ કાળો પહાડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com