________________
મૂર્તિ અને મહત્સવે
૧૧૭ રાજેન્દ્રલાલ મિત્રે એ આકૃતિઓનું પિતાના “એન્ટિકિવટીમ્ ઑફ ઓરીસા” નામક ગ્રંથમાં અવલોકન કરતાં જણાવેલું છે કે, મંદિર બુદ્ધનું દેવું જોઈએ. ડે. મિત્રના આ મત સામે પણ દલીલો કરાયેલી જોવામાં આવે છે.
મંદિરમાં જ ખાસ નૃત્ય અને ગાયનનું કાર્ય કરવા માટે ૧૨૦ નર્તકીઓ રાખવામાં આવેલી છે અને દેવભેજન થઈ રહ્યા પછી દેવના મનોરંજન માટે તેઓ પોતાનું નૃત્ય અને ગાયનનું કાર્ય નિત્ય દક્ષતાથી કર્યા કરે છે. મોટા મોટા ખેલો અને મહાપૂજા થાય છે, તે વેળાએ એ નર્તકીઓ નાચ કરે છે.
જગન્નાથના મહોત્સવની સંખ્યા બહુ જ લાંબી છે. શરત્સમયમાં ઉષ્ણ વસ્ત્રો પહેરાવવાનો મહત્સવ, હુતાશની મહોત્સવ અને જન્મોત્સવજન્મોત્સવના સમયમાં મંદિરની એક નર્તકી રાસમાં દેવની માતાને અને એક પશે તેના પિતાનો ભાગ ભજવી બતાવે છે. એ આદિ અનેક મહેન્સ છે, પણ તેમાંના સ્નાનયાત્રા અને રથયાત્રા એ બે મહોત્સવ ઘણું જ અગત્યના અને મુખ્ય ગણવામાં આવે છે, તેથી આપણે તેમનું કાંઈક વિસ્તારથી વિવેચન કરીશું.
મૂર્તિઓને સ્નાન કરાવીને તેમને પાસેના એક ઓરડામાં લઈ જવામાં આવે છે અને અર્ધ માસ-એક પક્ષ પર્યત તેમને ત્યાં રાખ-- વામાં આવે છે. એ ઓરડો રગણુસદનના નામથી ઓળખાય છે અને વાર્ષિક સ્નાન પછી દેવ જરાક માંદા થયા છે, એવી કલ્પના કરીને તેમને ત્યાં રાખવામાં આવે છે. એ ઓરડાના દરવાજા બંધ કરી દેવામાં આવે છે અને કોઈને પણ તેમાં પ્રવેશ કરવાની આજ્ઞા મળતી નથી.
સથી મહાન અને અદ્વિતીય મહોત્સવ તે રથયાત્રાનો છે. એ મહોત્સવ વર્ષાઋતુમાં અને આષાઢ માસમાં થાય છે ને એ મહોત્સવને હજી તે એક માસને સમય પડ્યો હોય છે, તે પહેલાં તો હજારે સ્ત્રી પુરુષો સંધના રૂપમાં ત્યાં પ્રતિદિવસ આવવા માંડે છે. એમ કહેવામાં આવે છે કે, ઓરીસાના ત્રણ માઈલની લંબાઈના મહાન રાજમાર્ગમાંનાં પ્રત્યેક ગામોમાં યાત્રાળુઓ માટે છાવણીઓ નાંખવામાં આવે છે અને તેમાં વિશ્રાંતિ લેતાં લેતાં યાત્રાળુઓ ધીમે ધીમે માર્ગક્રમણ કરતાં પુરીમાં જઈ પહોંચે છે. પ્રત્યેક છાવણીમાં ત્રણ ચાર યાત્રાળુઓ રહી શકે છે. માર્ગમાં તેઓ એક બીજાની પાછળ એવા અનુક્રમથી ચાલે છે કે, માઈલોના માઈલો સુધી તેમની એક સીધી હાર બંધાઈ જાય છે. પ્રત્યેક સંઘને નાયક પણ નિયત કરેલો હોય છે. યાત્રાળુઓમાં સ્ત્રી અને બાળકોની સંખ્યા વધારે હોય છે. અનેક યાત્રાળુઓ તો પોતાના ધરથી તે ઠેઠ પુરી સુધી અત્યારે પણ પૂર્વ પ્રમાણે પગે ચાલીને જ આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com