________________
સ્વમમયી ઉષા
૧૪૯ જે સ્વાતંત્ર્યપિી મુકુટને રીસા પિતાના શિરે ધારણ કરી રહ્યું હતું, તે જ સ્વાતંત્ર્યરૂપી મુકુટ સૂર્યનારાયણના ઉદયસંગે અનન્તકાલના અનંત સમુદ્રમાં ડૂબી ગયું. ઓરીસા પોતાનું તે સ્વાતંત્ર્યમુકટ પુનઃશિરોભાગે ધારણ કરી શકશે કે નહિ, એનું ઉત્તર કોણ આપી શકે એમ છે? કાઈ નહિ.
મુસભાનોએ કિલ્લાને કાજો મેળવીને નગરપર આક્રમણ કર્યું. રાજા નન્દકુમાર પિતાના બે હજાર સૈનિકોની સહાયતાથી નગરની રક્ષા કરી રહ્યો હતો. તે યુદ્ધ કરવા માટે મુસલમાન સમક્ષ આવ્યો; પરંતુ તેની શૌર્યચેષ્ટા વિફળ નીવડી. તેની સેનાએ પ્રથમથી જ પલાયનનો સંકલ્પ કર્યો હોયની! તેવી રીતે મુસલમાનોને ધસારો થતાં જ તેમણે પલાયન કરવા માંડયું! રાજા નન્દકુમાર શત્રુઓના હાથમાં કેદ પકડાયો. અનાર્ય યવનોને સંપૂર્ણ વિજય થયે.
એ પછી જે ભયંકર પ્રકાર થયો, તે લખતાં પણ કમકમાટી છૂટે છે. નગરવાસી સ્ત્રી, પુરુષ અને બાલક આદિ મુસલમાનોની તી તલવારના વારથી યમસદનમાં જવા લાગ્યાં. રાજાનું મહાલય લૂંટી લેવામાં આવ્યું. યવનેના અત્યાચારથી નગરના પ્રત્યેક ગૃહમાં હાહાકાર વ્યાપી ગયો. ત્રણ પ્રહર પર્યન્ત એ પાવિક અત્યાચાર ચાલૂ રહ્યા પછી પઠાણે પોતાના રાજકેદી રાજા નન્દકુમારને સાથે લઈને ત્યાંથી રવાના થયા. સેનાપતિ કાળાપહાડને એ શુભ સમાચાર સંભળાવવામાટે બે ઘોડેસ્વારેજા -ત્યાંથી જગન્નાથપુરીમતિ રવાના થયા. બીજે દિવસે પ્રાતઃકાળમાં આક્રમણ કરવાને બદલે રાત્રે જ હલ્લો કરવાથી મુસલમાનોનો વિજય થયો હતો, એમ કેટલાક ઈતિહાસવેત્તાઓનું કહેવું છે; પરંતુ એમાં તયાંશ કેટલો છે, તે નિર્ણયપૂર્વક કહી શકાય તેમ નથી.
પંચમ પરિચછેદ
સ્વામચી ઉષા ભગ્ન હૃદયથી પ્રભાતે રણભૂમિમાંથી ગમન કર્યું. તેનું ધ્યાન સર્વથા જગન્નાથના મંદિરરક્ષણમાં જ લાગી રહ્યું હતું. પ્રથમ દિવસે દૂતના મુખથી તેણે એવા સમાચાર સાંભળ્યા કે, “કાળેપહાડ પોતાની સેના સહિત ભુવનેશ્વરપર્યન્ત આવી પહોંચ્યો છે અને બે ત્રણ દિવસમાં તે જગન્નાથપુરીપર આક્રમણ કરવાને છે.” એ સમાચાર સાંભળીને પ્રભાત મહાવેગથી પુરીપ્રતિ અશ્વ દોડાવવા લાગ્યો. તેના સમસ્ત શરીરમાં રક્તના ડાઘો પડેલા હતા. તેના કટિભાગે એક લાંબી તલવાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com