________________
સ્વમમયી ઉષા
૧૫૧
એ દિવસે જગન્નાથની મંગલ આર્તિ મહા સમારેહથી થવાની હતી. હલાયુધ મિશ્ર ચિન્તા અને વ્યસ્તતાપૂર્ણ ચિતે અહીંતહીં ભ્રમણ કરીને મનુષ્યના ઉત્સાહનું અવલોકન કરતો હતો. પંડિત ચક્રધર મિત્રે પિતાના હસ્તથી આર્તિ પ્રકટાવી, એટલામાં પ્રભાતના આગમન સમાચાર તેના સાંભળવામાં આવ્યા. એ સમાચાર સાંભળતાં જ ગભરાયેલા મનથી તેઓ પ્રભાત પાસે આવ્યા, અને તેનાં લોહીથી ખરડાયેલાં વાને જોઈને થોડીવાર તે તેઓ શાન્ત અને નિઃસ્તબ્ધ જ બની ગયા! અંતે હલાયુધ મિત્રે શાંતિને સંહાર કરીને મહા વિસ્મયતાથી પ્રભાતને પૂછ્યું કે, “પ્રભાત ! આજે તમારી આવી દશા કેમ છે? શું, ઓરીસાનો પ્રિય સહાયક આજે કેાઈ શત્રુના શસ્ત્રાવાતથી આહત થયો છે? રાજધાનીના શા સમાચાર છે? યવન સાથેના યુદ્ધનું પરિણામ શું આવ્યું?”
પ્રભાતથી પ્રથમ તે ઉત્તર આપી શકાયું નહિ. ખિન્નતાથી તેનું હૃદય બંધ થઈ ગયું હતું. અંતે અંત:કરણને દઢ કરીને અને છાતીને કઠિન બનાવીને તેણે કહેવા માંડ્યું કે;
રાજધાનીના સમાચાર મહા શોચનીય છે. ગઈ કાલે રાત્રે શત્રુ એએ કિલ્લા પર એકાએક હલ્લો કર્યો હતો. જો કે દુર્ગમાંના સૈનિકે તે - વેળાએ પૂરેપૂરા સાવધાન નહેતા, તોપણુ શત્રુઓ સાથે તેઓ ઘણું જ વીરતાથી લડ્યા હતા. કિન્તુ હાય! દૈવ અનુકૂલ ન થયું–પ્રતિકૂલ જ રહ્યું!! પ્રાતઃકાળ થતાં સુધીમાં શત્રુસેનાએ કિલ્લામાં આગ લગાડી દીધી! આપણા સૈનિકોના ઉત્સાહનો ભંગ થઈ ગયો. તેઓ પ્રાણના રક્ષણમાટે પલાયન કરવા લાગ્યા અને કિલ્લો મુસભાનોના હાથમાં ગયો!!!”
રાજા અને રાજપુરીના ચા વૃત્તાંત છે?” હુલાયુધ દઢતાથી પૂછ્યું.”
જે કે પૂરેપૂરી ને સત્ય ઘટના વિશે તો હું કાંઈ પણ જાણતો નથી; છતાં પણ સહજ એવું અનુમાન કરી શકું છું કે, કાં તે રાજા કેદ થયા હશે ને કાં તો તેમના પ્રાણ પરલોકમાં પ્રયાણ કરી ગયા હશે. રાજપુરીની રક્ષા કરનારા સૈનિકોની સંખ્યા માત્ર બે હજારની જ હતી, અને શત્રુઓની સંખ્યા ઘણું જ વધારે હતી. રાજપુરીમાં શત્રુઓએ અવશ્ય લૂંટ ચલાવી હશે, પરંતુ રાજરમણીઓ પર કોઈ પણ પ્રકારનો અત્યાચાર થવાની સંભાવના હતી નહિ. કારણ કે, સ્ત્રીઓને પ્રથમ જ ત્યાંથી બીજે સ્થળે મોકલી દેવામાં આવી હતી.” અશ્રુભરિત નેત્રોથી પ્રભાતકુમારે આર્યોના પરાજયની વાર્તા કહી સંભળાવી.
ત્યારે રાજા સાથે તમારો મેળાપ થઈ નહોતે શકો?” પંડ્યા હુલાયુધ મિએ કાંઈક વધારે જાણવાના હેતુથી પાછો એ પ્રશ્ન પૂછ્યો.
Aળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com