________________
સ્વપ્રમયી ઉષા
૧૫૩
શું, એટલું પણ એઓ જાણતા નથી. રાજાની યુદ્ધકળાપ્રવીણ સેના પણ પરાજિત થઈ ગઈ ત્યારે આ બિચારાઓની શી શકિત ?” હુલા- યુધ મિત્રે નિરાશા દર્શાવી. - “એ વિશે આપે જરા પણ ચિંતા કરવી નહિ. એ ગૃહસ્થ જ ભયંકર સંગ્રામ કરશે. રાજાની સેના ધનના લોભથી યુદ્ધ કરતી હતી, પરંતુ આ ગૃહસ્થો પોતાના ધર્મમાટે, પોતાના પ્રભુમાટે અને પોતાની પવિત્રતાને જાળવવાના લોભથી યુદ્ધ કરવાને તત્પર થયેલા છે, માટે પ્રાણપર ઉદાર થઈને એ ગૃહસ્થો જ લડશે, એમાં લેશમાત્ર પણ સંશય નથી. માત્ર એક વાતની આપણે સંભાળ રાખવી જોઈએ, અને તે એ છે કે, ગઈ કાલે આપણે જે પરાજય થયો છે, તેની એમનામાંના એક પણ મનુષ્યને જાણ થવા દેવી જોઈએ નહિ. એ વાતની જે એમને ખબર પડશે, તે એ સર્વથા ભયભીત અને ઉત્સાહહીન બની જશે અને તેથી આપણું ધારેલા કાર્યમાં ન ધારેલો પ્રત્યવાય આવી પડશે.” ચતુર પ્રભાતે ઉત્સાહનો ત્યાગ ન કર્યો અને પોતાના એ ભાવિલાભસૂચક વિચારો હલાયુધ મિશ્રને ઘણા જ શૌર્યથી કહી સંભળાવ્યા. હલાયુધ થડીવાર કઈક વિચારમાં પડી ગયો અને ત્યારપછી કિચિત ઉત્સાહથી તે પ્રભાતને ઉદ્દેશીને ગંભીર સ્વરે કહેવા લાગ્યું કે :
“બહુ સારું; એ વાતને બહાર ન જવા દેવા માટે હું ઘણો જ સાવચેત રહીશ. આ સમયે આ દીન બ્રાહ્મણનાં બળ અને બુદ્ધિથી માત્ર તમે જ સહાયક છો. હવે તમે જાઓ–યુદ્ધ અને પ્રવાસના પરિશ્રમથી તમે ઘણું જ થાકેલા છો, માટે જઈને થોડીવાર વિશ્રાંતિ લ્યો. પછી જે વાત કરવાની હશે, તે નીરાંતે આપણે કરીશું. પરંતુ એટલું ધ્યાનમાં રાખજો કે, શ્રી જગન્નાથના મંદિરના અંતર્ભાગમાં યવનેને પ્રવેશ થવા ન પામે.” ધર્મપરાયણ હલાયુધે એ પ્રાર્થના કરી.
એટલું કહીને હલાયુધ મિશ્ર પ્રભાતનો હસ્ત પકડીને મંદિરમાંથી બહાર આવ્યો અને એક ઊંચા ઓટલા પર ઉભા રહી ત્યાં એકત્ર થએલા જનસમાજને સંબોધીને કહેવા લાગ્યો કે, “સાંભળે, બંધુઓ! સાંભળો! પોતાના ભક્તજનોન સંરક્ષક અને ત્રાતા શ્રી જગન્નાથ વિશ્વવિહારી છે. જે વીર પ્રભાતકુમારની આપણે માર્ગપ્રતીક્ષા કરતા બેઠા હતા, તે વીર પુરુષ રસાધનથી સુસજિત થઈને આપણને આવી મળ્યા છે. રાજાની આજ્ઞા અને શ્રી જગન્નાથના આદેશથી તમે સર્વજન આ વીર નરનું અનુકરણ કરો અને દેવની સેવા માટે પોતાના શરીરના રક્તનું દાન કરે. ધર્મ જ મનુષ્યનું મુખ્ય દૈવત છે, માટે ધર્માર્થે પ્રાણ જાય, તો પણ ભય કરવાનું કશુંય કારણ નથી. ધર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com