________________
સ્વ×મયી ઉષા
૧૫૫
માર્ગના જ સ્વીકાર કરીને યેાગ્ય સ્થળે અને યાગ્ય પ્રસંગે શતર્મુખ બની જાય છે અને અંતે સાગરસંગમમાં લીન થઈ જાય છે. પુરાણના એ ગૂઢાર્થનું તું પણ અવલંબન કર અને લેાકલા તથા યુદ્ધના દંભના ત્યાગ કરીને શંકરરૂપ બની તારી પ્રેમરૂપી ગંગાનેતારી હૃદયહારિણી ઉષાને– મસ્તકે ધારણ કર.”
આ વિચારા બે કે વાસ્તવિક રીતે તેને પ્રભાતના પેાતાના હૃદયમાં જ ઉદ્ભવ્યા હતા, પણ પ્રેમના વેગમાં સ્વદેહનું જ્ઞાન ન રહેવાથી પેાતાને જાણે ખીજું કાઈ એ ઉપદેશ આપે છે, એવા તેના મનમાં ભ્રમ થયેા. પેાતાના વિચારાથી તે પાતે જ સ્માશ્ચર્યચકિત થવા લાગ્યા. હવે તેને ઉષાની મૂર્ત્તિ પણ વાતાવરણમાં દેખાવા લાગી. તેને નિશ્ચય થયા કે, એ ઉપદેશની આપનારી ઉષા જ હેાવી બેઇએ. એટલે તે ઉષાને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે, “રમણી ! પ્રેમ અથવા પ્રણયની આવી પાંડિત્યપૂર્ણ વ્યાખ્યા તને કાણે શીખવી? મારે પણ પ્રેમના એ પ્રકારનું અધ્યયન કરવું છે.” કાઇએ ઉત્તર આપ્યું નહિ. પ્રભાતને ભાન થયું કે, પેાતે ઉન્માદમાં બકે છે. તેણે ચક્રધર મિશ્રને અનુલક્ષીને કહ્યું કે, “હવે ગૃહમાં જવાની કશી પણ આવશ્યકતા નથી. મને અહીં જ અથવા ખીજે ટકાઈ સ્થળે રહેવા દ્યો.”
“કેમ ? એનું કાંઈ કારણ ? ” ચક્રધરે કાંઇક અચકાઈને સવાલ કર્યો. “ આજના દિવસ ગૃહ સાથે વિશેષ સંબંધ ન રાખવા, એ જ આપણા માટે વધારે લાભકારક છે. અત્યારે આપણે આ સંસારના સ્નેહ અને માયા આદિ પદાર્થોથી ધણા જ દૂરના પ્રદેશમાં ઊભેલા છીએ. સમરભૂમિ જ આજે આપણું વિશ્રામસદન થવાનું છે. હું આજે શ્રી જગન્નાથના મંદિરમાં જ વિશ્રામ કરીશ.” પ્રભાતે ગૂઢ આશયથી એ પ્રમાણે વિસ્તૃત ઉત્તર આપ્યું.
ચક્રધરે એનું કશું પણ ઉત્તર આપ્યું નહિ. તે પણુ સમજી ગયે કે, વાસ્તવિક રીતે જોતાં આ વેળાએ અમે બધા સાંસારિક માયાથી ઘણા જ દૂર ગએલા છીએ. કાંઈ પણ કહ્યા વિના તે પાછા મંદિરની દિશામાં વિચરવા લાગ્યા.
મંદિર પાસેના સરેાવરમાં સ્નાન કરીને પ્રભાતે વદ્યા અલ્યાં અને જગન્નાથનું ચરણામૃત લઇને મહાપ્રસાદનું ભાજન કર્યું. યુદ્ધ તથા પ્રવાસના કઠિન પરિશ્રમથી પ્રભાતનું શરીર બહુ જ શિથિલ થઈ ગયું હતું. એટલે મંદિર સમીપના એક એટલાપર તે જરાક લેટ્યો અને ત્યાં જ તેને નિદ્રા આવી ગઈ. કટિભાગે લટકતી તલવાર તેના પ્રશાન્ત વક્ષઃસ્થલપર વિરાવા લાગી. તે ગાઢનિદ્રામાં પડ્યો હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com