________________
૧૫૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
રાત્રિ પ્રાયઃ સમાપ્ત થવા આવી હતી, અંધકાર ધીમે ધીમે ન્યૂન થતો જતો હતો અને તારકેન પ્રકાશમાં પણ મંદતાનો વિસ્તાર વધતે જતો હતે. પ્રકાશની અત્યંત મંદ છાયાને જોનારનાં નેત્રોમાં આભાસ - થત હતા. કવચિત્ પક્ષીઓના કલરવને ધ્વનિ પણ કર્ણગોચર થવા લાગ્યો હતો. જગતના જનની નિદ્રા પણ શનૈઃ શનૈઃ પાતળી થતી જતી હતી. એવા સર્વથા આનંદદાયક અને મનોહારક સમયમાં પ્રભાતે એક અભુત સ્વમ જોયું. તેણે સ્વમમાં જોએલો આદર્શ આ પ્રમાણે હતઃ “સુન્દર સુમનોથી ભરેલા એક મનહર વૃક્ષતળે ઊભી રહીને મહામાયાવિની પ્રેમમૂર્તિ ઉષા તેને રસાધનોથી સુસજિત કરવામાં પ્રવૃત્ત થએલી છે. પ્રથમ તેણે એક અત્યંત ચિત્તાકર્ષક પુષ્પધનુષ્ય પ્રભાતના હસ્તમાં આપ્યું અને ત્યારપછી કુસુમના જેવા જ કવચથી પ્રભાતના સમસ્ત શરીરને આચ્છાદિત કરી નાખ્યું. યુદ્ધમાં જવાની અનુમતિ આપતી વેળાએ સહૃદયા ઉષાના નેત્રોમાંથી ઉષ્ણ અશ્રુઓને વેગવાન પ્રવાહ વહી નીકળ્યો. પ્રભાતથી તેનું દુ:ખ દેખી શકાયું નહિ. તેણે પ્રેમથી ઉષાને ચુંબન કર્યું અને શસ્ત્રાસ્ત્રને નાખી દેવાનો પ્રયત્ન કર્યો. ઉષાએ તેને તેમ કરતાં અટકાવ્યો.” પ્રભાત ની નિદ્રા ઊડી ગઈ
પ્રાતઃકાલના માંગલિક શબ્દોથી સર્વ દિશાઓ નૃત્ય કરવા લાગી. સ્વમમાં ઉષાનું જેવું મુખ જોયું હતું, તેવા જ તેના મુખનું ધ્યાન કરતે પ્રભાત પાષાણના ઓટલા પર ઊઠીને બેઠે થયો. સ્વમનું વારંવાર તેને સ્મરણ થવા લાગ્યું. એક કવિએ કહ્યું છે કે, “મનુષ્યજીવનમાં સ્નેહસ્વમ સમાન મિષ્ટ બીજે કઈ પણ પદાર્થ નથી.” અને તે અક્ષરેઅક્ષર સત્ય છે. પ્રભાતને ઉષાના અશ્રુપ્રવાહની રમૃતિ થતાં તેનાં નેત્રોમાંથી પણ અશ્રુનો પ્રવાહ વહેવા લાગ્યો; એ વેળાએ તેના મુખમંડળમાં સ્વગય પ્રકાશની છાયા પડેલી દેખાતી હતી. જે વેળાએ નવીન મુકુલો ફૂટવા માંડે છે, તે વેળાએ પુષ્પની શોભા અવર્ણનીય હોય છે, અને નિરાશામાંથી જે વેળાએ નૂતન આશાનો સંભવ દેખાય છે, તે વેળાએ આશાનું સ્વરૂપ પણ બહુ જ મહારક હોય છે. પ્રાત:કાલીન તુષારબિન્દુઓથી વિભૂષિત કુસુમમાં જેવી રીતે અપૂર્વ શાભાની છટા દેખાય છે, તેવી જ રીતે અશ્રુથી ભીંજાયેલા પ્રેમીના મુખની શોભા પણ અધિતીય કહેવાય છે. પ્રભાત પ્રેમી હતો અને અત્યારે તેના મુખમંડળમાં અશ્રુબિન્દુએ પોતાનું સામ્રાજ્ય પ્રસારેલું હતું. તેથી તેનામાં અપૂર્વ શોભાનો સમારોપ થયે હતું. પ્રેમીજને અશ્રુના શુભ ગુણ અને અપૂર્વ આભાપ્રભાવના રહસ્યને સારી રીતે જાણી શકે તેમ છે. પ્રેમહીન જેનોને એની કલ્પના પણ થવી અશક્ય છે. અસ્તુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com