________________
૧૫ર જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
ગઈકાલે સંધ્યાકાળ પહેલાં તેમની સાથે મારી મુલાકાત થઈ હતી, અને તે વેળાએ તેમણે મને એવા સમાચાર આપ્યા હતા કે, કાળેપહાડ પ્રથમ જગન્નાથપુરીપર આક્રમણ કરવાનું છે, અને તેથી જ પાંચ હજાર સૈનિકોને મારા હાથમાં સોંપી, મને અહીં આવવાની આજ્ઞા કરીને પોતે નગરમાં ચાલ્યા ગયા હતા. ત્યારપછી રાત્રિના સમયે શત્રુઓએ
અચિન્ય આક્રમણ કર્યું અને મેં પણ યથાશક્તિ યુદ્ધ કર્યું. પરંતુ જ્યારે વિજયની જરા પણ આશા ન રહી, ત્યારે સમરભૂમિને ત્યાગ કરીને હું અહીં ચાલ્યો આવ્યો. બીજીવાર રાજાને મળવા જેટલો મારી પાસે સમય જ કયાં હતા?” પ્રભાતે ભગ્ન હૃદયથી કહ્યું.
એના પ્રત્યુત્તરમાં હલાયુધ મિત્રે જણાવ્યું કે, “પ્રભાતકુમાર! હું જાણી ગયો કે, ઓરીસાના સ્વાતંત્ર્યસૂર્યને સદાને માટે અસ્ત થઈ ગયે! મારે તે એ નિશ્ચય છે અને તમે પણ નિશ્ચયપૂર્વક માનજે કે, ઓરીસાના મહારાજા નકુમાર દેવને યુદ્ધમાં અવશ્ય વધ થયો હશે. તમારા શરીરમાં તે કોઈ ભયંકર જખમ થયો નથી ને ? થયો હોય, તે કહે, કે તેનો યોગ્ય ઉપચાર કરીએ ? હાય-ભારત અને આર્યધર્મનું કેવું પ્રબળ દુર્ભાગ્ય!!!”.
“શ્રી જગન્નાથની કૃપાથી અને આપના આશીર્વાદથી મારા શરી-- રને લેશમાત્ર પણ હાનિ થઈ નથી. કેવળ યવનોના રક્તથી મારાં વસ્ત્રો રક્તવર્ણ થઈ ગયાં છે.” પ્રભાતે હલાયુધની ચિંતાનું શમન કર્યું.
“જગન્નાથ કૃપા કરશે. ચક્રધારીનું ચક્ર તમારી રક્ષા કરશે. અહીં સેનાને કોઈ નાયક ન હોવાથી પ્રતિક્ષણ હું તમારી વાટ જોયા કરતો હતો. મને સ્વને પણ એ ભાસ થયો નહતો કે, આટલા સમયમાં આવી ભયાનક ઘટનાને અભિનય થઈ જશે. અમે પણ એ વાર્તા તે જાણતા હતા કે, કાળો પહાડ પોતાના સૈન્ય સહિત પ્રથમ અહીં જ આવવાનો છે. આજે સંધ્યાકાળ પૂર્વે અમને એવા સમાચાર પણ મળ્યા હતા કે, આજે યવનેએ ભુવનેશ્વર પાસે છાવણ નાખેલી છે.” હુલાયુધ મિત્રે પોતે જાણતો હતો, તે વૃત્તાંત કહી સંભળાવ્યો.
“ભુવનેશ્વર પાસે છાવણી નાખી હોય, તે અહીં પણ તેઓ સત્વર જ આવી પહોંચવા જોઈએ. યવને આજ રાત્રે અથવા તે આવતી કાલે કઈ પણ સમયે અવશ્ય જગન્નાથ મંદિર પર આક્રમણ કરશે જ. માટે આપણે પણ હવે સર્વથા લડવા માટે તૈયાર થઈ રહેવું જોઈએ.” પ્રભાતે પોતાને અભિપ્રાય દર્શાવ્યો.
તૈયાર તે થઈ રહેવું જોઈએ, પણ કોના બળથી? આજે અસંખ્ય મનુષ્યો જોવામાં આવે છે, તે બધા ગૃહસ્થ છે, યુદ્ધ એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com