________________
૧૨૨
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
તેને ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ હતી, પેાતાના બાહુબળથી તેણે પઠાણુસેનાને પરાજિત કરવાના નિશ્ચય કર્યો હતા અને એથી દેશદેશાન્તરામાં પેાતાના જયધ્વનિ થશે, એવી તેના મનમાં સેાળેસાળ આના આશા હતી. જે હૃદયમાં એવી મહત્ત્વાકાંક્ષાના ભાવ વસેલા હાય, ત્યાં ઉષા જેવી સ્ત્રીના સ્મરણની ભાવના કેવી રીતે હાઈ શકે? ઉષા આશ્રયહીન હતી, માતા, પિતા કે સ્વજન આદિ તેનું કાર્ય પણ નહેાતું. હુલાયુધ મિશ્ર ને ઉષાને આજે પેાતાને ત્યાંથી કાઢી મૂકે, તે તે બાળાને ઊભાં રહેવાનું પણુ ક્યાંય સ્થાન હતું નહિ. શું પ્રભાત ઉષા સંગે વિવાહસંબંધ કરી શકે ખરા કે? પરમાત્મા જાણે. હાલ તેા ઉષાને એકાન્તમાં બેસીને રાવા ઘો. નહિ તે તે વિષપાન કરીને મરી જશે અથવા તે સમુદ્રમાં ડૂબીને આત્મહત્યા કરવાને તત્પર થશે.
પ્રભાવતી ઉષાને ઘણી જ ચહાતી હતી અને તેથી ઉષાની આવી અવસ્થા જોઈને તે પોતાના પિતાને પ્રતિદિન કહેતી હતી કે, પિતાજી ! ઉષાની પ્રકૃતિ બહુ જ ખગડી ગએલી છે, માટે કાઈ વૈદ્યને ખેાલાવી લાવા.” પરંતુ તે આજકાલ આજકાલ કરીને તેની વાતાને ટાળી દેતા હતા. એથી પ્રભાવતીના મનમાં ઘણું જ ઓછું આવતું હતું. પિતા પાસેથી નિરાશ થઈ તે ઉષા પાસે આવતી હતી અને પૂછતી હતી કે, ઉષે! હું તારા પગે પડી પૂછું છું કે, તારા હૃદયમાં કે શરીરમાં શું દુઃખ છે, તે મને કહે!” ઉષા એના ઊત્તરમાં કહેતી હતી કે, “કાંઈ પણ દુ:ખ નથી. તું તે સંશયમાં જ મરી ગઈ છું !” એ ઉત્તરથી પ્રભાવતી ઘણી જ કાપાઈ જતી હતી, તેા પણ ઉષાને છેડીને જરા વાર્ પણ તે દુર થતી નહેાતી-છાયા પ્રમાણે સર્વદા સાથે જ રહેતી હતી.
જ્યેષ્ઠ માસના અંતમાં પ્રભાવતી પેાતાના શ્વસુરગૃહે ગઈ. એથી ઉષાને એકાન્તમાં રેાવાના વળી વધારે સારે। પ્રસંગ મળ્યા. ઉષાના શરીરની સેવા પણુ હવે એટલી બધી થતી નહેાતી, કારણ કે, પ્રભા, એ વાતેામાં વધારે ધ્યાન આપતી હતી. હવે તેા ઉષા સ્નાન કરીને લીલા વાળાના જ અંખેાડા બાંધી દેતી હતી. કાર્ય દિવસ પણ તે પેાતાના વાળાને સૂકવતી નહાતી, અને વાળામાં તેલ નાખીને એળતી પણ નહેાતી. તે આખા દિવસ ભીની સાડી જ પહેરી રાખતી હતી અને રાત્રે તેજ ભીની સાડીના અર્ધ ભાગ જમીનપર પાથરીને તેનાપર સૂઈ રહેતી હતી. પ્રભાની માતા તેને ઘણીવાર એમ કરવાની ના પાડતી હતી, પણુ ઉષા મહુધા તેના ઉપદેશને માન આપતી નહેાતી. આષાઢ માસથી પ્રથમજ તેને પ્રતિદિન સાયંકાળના સમયે મંદ મંદ જ્વર પણ આવવા માંડ્યો હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com