________________
યુદ્ધને નિશ્ચય
૧૪૩ પણ દુર્દેવથી સંદેશાની સફળતા થઈ નહોતી એ તે વાંચકે જાણે છે જ, માટે વિશેષ વિવેચનની આવશ્યકતા નથી."
જો કે તે ક્રર અને કપટી હશે, પણ કેળો પહાડ એક સિંહ સમાન શૂરવીર યોધે છે.” પ્રભાતકુમારે નિષ્પક્ષપાત ઉત્તર આપતાં કહ્યું. “અને ખરેખર આજે જે હું એક આર્યપુત્ર ન હોત, તો કાળાપહાડની એક સેનાના સૈનિક તરીકે હસ્તમાં અસિધારણ કરવાથી મહાન અભિમાન માનત.”
શું, એ સત્ય છે ?” એરીસાના મહારાજા નંદકુમારે આશ્ચર્યથી ઉદ્ગાર કાઢતાં કહ્યું અને પાસે બેઠેલા એક વૃદ્ધ સભાસદ સાથે કાંઈક ગુપ્ત વાર્તા કરીને તે પુનઃ પ્રભાતને કહેવા લાગ્યા કે, “બહુ સારું, ત્યારે પ્રભાતકુમાર ! કેટલીક તૈયારીઓ આપણે કરી રાખી છે અને યુદ્ધની બીજી તૈયારીઓ પણ ઝટ કરી નાખે. કાળાપહાડની સ્ત્રીનું તમે હરણ કર્યું છે, એ સમાચાર જાણવાથી તે તે વળી વધારે છેડાયો હશે. માટે ક્ષણે ક્ષણે આપણે હવે સાવધ રહેવાનું છે. હવે એક પળના પણ વિલંબ વિના લડવાને તૈયાર થવું જોઈએ. યશ કે અપયશ વિધિના હસ્તમાં છે. જગન્નાથ જય કરશે-કષ્ટ હરશે.” - “આજ્ઞા પ્રમાણે આવતી કાલની સંધ્યા સૂધીમાં હું યુહની બાકી રહેલી સવળી તૈયારીઓ કરી લઈશ. મહારાજે હવે એ વિશે નિશ્ચિત્ત રહેવું, હવે મને રજા છે ?” વીર પ્રભાતે આજ્ઞાને શિરસાવંઘ કરીને જવાની આજ્ઞા માગી. રાજાએ આજ્ઞા આપી અને તે તત્કાળ શાહજાદી નજીરુન્નિસા પાસે આવી પહોંચ્યો.
આવતાં જ તેણે કિંચિત્ શકાતુર હૃદયથી કહ્યું કે, “શાહજાદી! લડાઈનો નિશ્ચય થઈ ગયો છે. મુસલ્માનની હવે અમે વાટ જોતા જ બેઠા છીએ–તેઓ આવશે, કે યુદ્ધનો આરંભ થશે. પરંતુ તમારે મનમાં કશી પણ ચિન્તા રાખવાની નથી. જે યવનોનો વિજય થશે, તો તે તમારા માટે ચિન્તા છેજ નહિ, પણ યદા કદાચિત્ અમારે જ વિજય થ, તો પણ તમને હું મારી ભગિની પ્રમાણે મારે ત્યાં રાખીશ અથવા તે તમારો પતિ જીવત હશે, અને તમારી ઈચ્છા હશે, તો તેની પાસે મેકલી આપીશ.”
આપ મારા જેવી એક દુશ્મનની બીબી પર આટલા બધા અહેનાનપર અહેસાન કરતા જાઓ છે, એનો બદલો મારાથી કઈ દિવસે પણુ વાળી શકાય તેમ નથી. ભાગ્યયોગે જે મારા પતિને વિજય થશે,
પણ તમારા પ્રાણને તે હું નાશ નહિ જ થવા દઉં. કોણ જાણે શાથી મારા હૃદયમાં તમારામાટે સ્વાભાવિક સ્નેહ ઉત્પન્ન થયા કરે છે-મારાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com