________________
૧૩૬ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય બ્રાહ્મણ હેવાથી જ તે વૃદ્ધ અધિકારીને રણધીર માટે દયા આવી હતી, એ કહેવાની હવે વધારે આવશ્યકતા નથી.
કાળેપહાડ ગહન વિચારમાં નિમગ્ન થઈ ગયો હતો, તેનું એક પ્રબળ કારણ હતું. રણધીરને જોતાં તેને પોતાના બંધુ પ્રભાતનું સ્મરણ થઈ આવ્યું હતું. ન્યાયરત્ન પણ એ પ્રાતઃકાલની સભામાં આવીને બેઠા હતા. તેમણે પણ એ આર્ય રાજદૂતને જોયો હતો. ન્યાયરત્ન સાથે ગુપ્ત વાર્તા કરવાના હેતુથી તેણે બીજા અધિકારીઓ અને સિપાહીઓને પોતપિતાના સ્થાને જવાની આજ્ઞા આપી દીધી. તે સર્વ ચાલ્યા ગયા પછી કાળેપહાડ ન્યાયરત્નને ઉદ્દેશી કહેવા લાગ્યો કે
ગુરુરાજ ! એરીસાના રાજાએ મોકલેલા રાજદૂતને તમે જે કે? એને જોતાં જ મારા મનમાં એક પ્રકારનું આકર્ષણ થવા માંડ્યું હતું અને વારંવાર પ્રભાતની સ્મૃતિ થયા કરતી હતી. પરંતુ પ્રસિદ્ધ રીતે એને કાંઈ પણ પૂછવાનું સાહસ હું કરી શક્યો નહિ. તમારા મનમાં એ કાંઈ પણ ભાવ થયો હતો વાર?”
“મારા મનમાં તે એને જોતાંની સાથે જ એવી શંકા ઉત્પન્ન થઈ હતી કે, એ પ્રભાત જ હું જોઈએ. પરંતુ બીજી જ પળે એનું નામ : રણધીર છે, એમ જાણતાં અને એક બ્રાહ્મણપુત્ર અરીસાના રાજાને વિશ્વાસુ દત હોય, એ વાર્તા અશકય સમાન ભાસતાં પ્રભાત જેવી આકૃતિને એ કાઈ બીજે યુવક હશે, એવો નિશ્ચય મેં કરી લીધો.” ન્યાયરને પોતાની આંતરિક ભાવના યથાસ્થિત કહી સંભળાવી.
એ રાજદૂત તે પ્રભાત જ હતું, એમાં સંશય જેવું કાંઈ પણ નથી. પણ હવે એ હાથમાં ક્યાંથી આવી શકે? કદાચિત મારા સૈનિકાના હાથમાં કયાંક સપડાઈ જશે, તે વ્યર્થ એના પ્રાણની પણ હાનિ થઈ જશે. એને બચાવવાનો કોઈ પણ ઉપાય કરવો જોઈએ.” એમ કહીને પાછે તે વિચારમાં પડી ગયો અને થોડીવાર પછી તે વૃદ્ધ સૈન્યાધિકારીને બોલાવીને આજ્ઞા આપી કે, “હિંદુરાજાને જે દૂત અહીં સંદેશ લઈને આવ્યો હતો, તે ઘણું જ શૂરવીર અને દક્ષ દેખાય છે. માટે જે એ જીવતે આપણું હાથમાં આવે, તો એને આપણું સૈન્યમાં જ રાખી લઈએ, એ મારો વિચાર છે. અત્યારે ને અત્યારે આખા લશ્કરમાં એવો હુકમ સંભળાવી દો કે, તે આપણું મનુષ્યોની હાનિ કરે, તે પણ તેના પર કઇએ શસ્ત્ર કે અસ્ત્ર ચલાવવું નહિ અને યુદ્ધ થયા પછી પણ તેને જીવતે જ પકડીને મારી હુજૂરમાં લાવીને હાજર કર. તેને મારનારના પ્રાણ તેના કુટુંબકબીલા સાથે લેવામાં આવશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com