________________
રણધીરનું સાહસ
૧૩૭
વૃદ્ધ અધિકારીએ આજ્ઞા અનુસાર લશ્કરમાં હુકમ સંભળાવી દીધો. પોતાના બંધુને મળવાની એક નવીન ચિન્તાએ કાળાપહાડના હૃદયમાં આવીને નિવાસ કર્યો ન્યરત્ન પણું પ્રભાતને મળવાને આતુર બની ગયા. સ્વાભાવિક સ્નેહનો પ્રભાવ જ એવો હોય છે, એમાં આશ્ચર્ય જેવું કશું પણ નથી.
દ્વિતીય પરિચ્છેદ
રણધીરનું સાહસ રણધીરસિહ જે વેળાએ કાળાપહાડની છાવણીની સીમાનું ઉલ્લંઘન કરીને યવનોની દબદબા ભરેલી અપકાલીન વસ્ત્ર નગરીને છોડી મહા નદીના તીરપ્રાન્તસ્થ ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યો, તે વેળાએ તે પિતાના મનોવિકારોને દબાવી શકયો નહિ. ન છાજતું અપમાન આપનાર મગર કાળાપહાડને હૃદયમાં તેણે ઘણો જ ધિષ્ઠાય તેના શિરે તિરસ્કારની વૃષ્ટિ વર્ષાવી.
ત્યારે હવે યુદ્ધનો આરંભ થઈ ચૂક્યો છે.” રણધીરે પોતાના સૈનિકોને સંબોધીને કહ્યું, “હું જે જે પદાર્થોને પવિત્ર માનું છું, તે સર્વના એકત્ર શપથ લઈને કહું છું કે, જે આપણને માર્ગમાં શત્રુ પક્ષના સૈનિકે કે બીજા કર્મચારીઓ મળશે, તો તેમની સંખ્યા આપણું કરતાં બમણી કે ચોગણી હશે, પણ આપણે તેમના પર આક્રમણ તો કરીશું જ અને યવન સેનાપતિની ઈચ્છા અનુસાર તેમને યમપુરીમાં પહોંચાડી દઈશું અથવા તો બંધીવાન કરીને આપણે નગરમાં લઈ ચાલીશું કે પછી આપણે પોતે જ રણસંગ્રામમાં તેમની તલવારાનાં બળિદાને થઈને સ્વર્ગમાં સિધાવીશું. બાલ–શૂરવીરે! તમારી બધાની શી ભાવના છે?”
રણધીરના રણશૂર સૈનિકોએ પિતાના અધિકારીના એ વિચારને હર્ષની ગર્જનાથી વધાવી લીધું અને શૌર્યથી ભરપૂર થઈ તેઓ ઓરીસાના ફળદ્રુપ ક્ષેત્રે અને તાલુકા પ્રદેશોમાંથી પોતાનો માર્ગ કાપતા આગળ વધ્યા. રાજદૂત રણધીર અને તેના સૈનિકોએ ભાગ્યે જ અર્ધ ક્રોશ જેટલો પંથ કાપ્યો હશે, એટલામાં મહાનદીના સામે તીરે એક ઘોડેસ્વારોની ટુકડી જતી તેમના જેવામાં આવી અને તેમના અગ્રભાગે અર્ધચંદ્રના ચિહવાળ સુવર્ણને ઝુંડ દિપ્રહરના તત સૂર્યનાં તેજસ્વી કિરણોથી ચમકો તેની દૃષ્ટિએ પડ્યો
“જુએ છે શું? શૂરવીરે! શત્રુઓ.” રણધીરે સિંહ સમાન ગર્જના કરી પોતાના ધાને ઉદ્દેશીને પોકાર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com