________________
૧૩૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય દુઃખનું પરિવર્તન થયા જ કરે છે. જે વિશ્વ ક્ષણમાં સુખદાતા થાય છે અને ક્ષણમાં દુઃખદાયક બની જાય છે તેમ જ ક્ષણમાં કૃષ્ણરૂપ ધારણું કરે છે અને ક્ષણમાં શુભ્રવર્ણ દેખાય છે; અર્થાત જે વિશ્વનું ક્ષણે ક્ષણે નવીનતાથી પરિવર્તન થયા કરે છે, તે અશાશ્વત વિશ્વના નિયમને વિશ્વાસ શે? એથી જ આપણને એમ કહેવું પડે છે કે, કદાચિત પ્રભાત અને ઉષાને આનંદ ચિરસ્થાયી ન પણ થાય. એટલા માટે વિશ્વની અશાશ્વતતાનો વિચાર કરીને અનેક વિદ્વાન કવિઓ પણ એવા જ ઉગારે કાઢી ગયા છે કે, મનુષ્યના મનોવિકારમાં સત્યરૂપે રહેલો વિશ્વને આભાસ અસત્ય છે–આનંદનું સ્મિત અને ભયનાં અશ્રુ તેમ જ ચળકતો પ્રકાશ અને વહેતા પ્રવાહ એ સર્વ અસત્ય, અસત્ય અને અસત્ય છે; જે કઈ પણ સત્ય વસ્તુ અસ્તિત્વ ધરાવતી હોય, તો તે માત્ર સર્વવ્યાપક બ્રહ્મ જ છે. એ નિયમ અનુસાર પ્રભાત અને ઉષાના આનંદભંગને અવસર પણ આવી પહોંચ્યો. દુષ્ટ દર્દવથી તેમનું સુખ જોઈ શકાયું નહિ. ઈ. સ. ૧૫૬૭ના અંતમાં બંગાળાના સૂબેદારની સેના ઓરીસાપર ચઢાઈ કરવામાટે નીકળી ચૂકવાના ભયંકર સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. દુર્બળ અને ભયભીત ઉલવાસી જનો કાળાપહાડની પ્રચંડ તથા તીક્ષ્ણ ધારવાળી તલવારનું વાતાવરણમાં પણ દર્શન કરવા લાગ્યા. પર્વતમાંથી નીકળેલી નદીના પ્રબળ વેગને અવરોધ કરવો અને કાળાપહાડની સેનાને ઓરીસામાં આવતી અટકાવવી, એ બન્ને કાર્યો એક સમાન હતાં. દૂતોએ આવીને પ્રભાતને એવા સમાચાર આપ્યા કે, “સેનાપતિ કાળાપહાડે પિતાના સૈન્યના બે વિભાગ પાડી નાંખ્યા છે–તેમાંના એક વિભાગને જહાજપુરપર હલ્લો કરવા માટે તે મોકલવાનું છે અને બીજા વિભાગને સાથે લઈને તે પોતે જગન્નાથના મંદિરના વિધ્વંસ માટે પુરીપર ચઢી આવવાનું છે. સેના ત્યાંથી કૂચ કરી ચૂકી છે અને આજકાલમાં ક્યાંક છાવણી નાખીને પડશે, એવી અફવા સંભળાય છે.” એ સમાચાર સાંભળતાં જ પ્રભાતને હર્ષ હણાઈ ગયો. યુદ્ધની વ્યવસ્થા કરવાને જહાજપુર જવા વિના તેને છૂટકે જ નહતો. જે સ્નેહિનીના સંગથી સ્વર્ગીય સુખ થયું હતું, તે સુખનું વિયોગના આધાતથી દુઃખમાં પરિવર્તન થઈ જવાને સમય આવી લાગ્યો. પ્રભાતનાં શેકને અવધિ ન રહ્યો.
પરંતુ પ્રભાત એક વીર પુરુષ હતો. ગમે તેટલો શેક થાય, તોપણ પિતાની પ્રતિજ્ઞાન ભંગ કરે, એ હિચકારો તે નહતો. પાષણનું હબબનાવીને અંતે એક દિવસે એ જ સરોવરના તીરે પ્રભાતે ઉષાને કહ્યું કે, “જે પરમાત્માની આપણને સુખ દેખાડવાની ઈચ્છા હશે, તો વિજયની પ્રાપ્તિ કરીને હું પાછો આવીશ. હાલ તો મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com