________________
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
ચતુર્થ ખણ્ડ
પ્રથમ પરિચ્છેદ કાળાપહાડની છાવણી
ઇ. સ. ૧૫૬૭ ના વર્ષના અંત થવા આવ્યે હતેા અને શરદ્ ઋતુને આરંભ થઈ ચૂક્યા હતા. ઓરીસાની રાજધાની જહાજપુરથી ૪૨ માઇલના અંતરે આવેલા ઓરીસાની રાજધાનીના પ્રાચીન નગર કંટક પાસેના મહાનદીના તીરપ્રાન્તમાં વિસ્તરેલા એક વિશાળ મેદાનમાં ભંગાળાના બાદશાહ સુલયમાનના આલીાહુ સેનાપતિ કાળાપહાડની છાવણી પડેલી હતી. આખું મેદાન તં અને શામીઆનાથી ભરેલું જોવામાં આવતું હતું, તેથી બેનારને જાણે એ કાઈ વસ્ત્રનગરી વસેલી હાયની ! એવા ભાસ થતા હતા. સમસ્ત બંગાળામાં પેાતાનાં ક્રૂર કૃત્યાથી હાહાકાર પ્રવર્તાવનાર સેનાધ્યક્ષ કાળાપહાડની વિશાળ સેના લાંખી ફ્રેંચ પછી અહીં આરામ લેવાને રાકાયલી હતી. છાવણી મહાનદીના ઉભય તીરપ્રદેશમાં વિસ્તરેલી હતી અને અસંખ્ય અશ્વ આદિ પશુ, સિપાહીએ તેમ જ સૈન્યાધિકારીઓના થાકને ઉતારવામાટે એ નદીનું પરમપવિત્ર સ્વચ્છ જલ ્ એક બહુ જ ઉત્તમ સાધન થઈ પડતું હતું. પ્રત્યેક તંબૂના શિખરભાગે અર્ધચંદ્ર આકારનું બનાવેલું મહમ્મદના મજહબનું સુવર્ણચિહ્ન સૂર્યપ્રકાશના સંમિશ્રણથી ચમકતું લેવામાં આવતું હતું તથા મુસમાની રાજધ્વજા વાતાવરણમાં ફરફર કરતી ક્રૂરકી રહી હતી. સૈનિક અધિકારીએના શામીઆનાના નાના પ્રકારના ચિત્રવિચિત્ર રંગેાથી ત્યાં એક અત્યંત આશ્ચર્યકારક આદર્શ બની ગયા હતા અને જોનારનાં નેત્રાને તે બહુ જ વિશ્રાંતિ આપતા હતા.
૧૩૨
3
સેનાપતિ કાળાપહાડના તંખ્ છાવણીના મધ્યભાગમાં ઊભા કરવામાં આવ્યા હતા અને આસપાસ અનેક યુદ્ધોમાં મૂંઝીને વિજયી ચએલી સેનાના શૂરવીર અધિકારીઓના કેટલાક તંબૂ ઠોકેલા હતા. કાળાપહાડના તંબૂથી ઘેાડેક છેટે ચાર ખૂણે ચાર નાના તંબૂઓ લેવામાં આવતા હતા અને તેમના મધ્યમાં કાળાપહાડના તંબૂ હતા. એ ચાર નાના તંબૂમાંના પહેલામાં કાળાપહાડના જુનાનખાનાની ખીખીને રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી, ખીજામાં તેના ખ઼ાસ ખાનગી નૌકરાના મુકામ હતા, ત્રીજામાં રાંધવા સીંધવાની ગાઠવતુ કરાયલી હતી અને ચેાથામાં ભિક્ષુક બ્રાહ્મણુ ન્યાયરત્નજીનેા નિવાસ હતા. સાધારણ સિપાહીઓની રાઉંટીઓની સંખ્યા અગણિત હાવાથી તેમનું યથાર્થ અને સત્ય પ્રમાણ કાઢી શકાતું નહેતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com