________________
સરાવરતીરે
૧૨૯
પ્રભાવતી પેાતાની સાડીના પદ્મવથી ઉષાના મુખપર વાયુ ઢાળવા લાગી. અમે કહી નથી શકતા કે, પ્રણયીના સ્પર્શમાં કેવા પ્રકારનું અમૃત વસેલું છે! પ્રભાતના સ્નેહમય સ્પર્શથી ઉષાનું નિર્જીવ શરીર સજીવ થવા લાગ્યું. મંદાકિનીના અમૃતમય પ્રવાહે તેના જીવનના સમસ્ત સંતાપાને નાશ કરી નાખ્યા કાઈ દેવે દૂતના અલક્ષિત ભાવથી આવીને તેનાં ભય નેત્રાને ખાલી નાખ્યાં. મૂચ્છિત ઉષાએ નેત્રા. ઉધાડીને જોયું, તે સમીપમાં પ્રભાત મેઠેલા દેખાયા. પ્રભાતની દૃષ્ટિ સ્થિર, ઉજ્વલ અને પ્રેમની આકર્ષક શક્તિથી પરિપૂર્ણ હતી. એક ખીજાને પ્રેમપૂણૅ દૃષ્ટિથી નિહાળતાં ઉભય પ્રણયીજના નીરવતાથી અશ્રુની મૂષળધાર દૃષ્ટિ વષૅવવા લાગ્યાં–પૃથ્વી પણ તેથી ભીંજાઈ ગઈ.
ઉષાના વ્રતની સફળતા થઈ ચૂકી-તેના જન્મ સફળ થયેા. પ્રભાતના ખેાળામાં મસ્તક હતું, તે વેળાએ જ ઉષાનું મરણુ ક્રમ ન થયું? ઈશ્વરની તેવી ઇચ્છા હતી નહિ. કદાચિત તેના ભાગ્યમાં સુખ કે દુઃખ ભાગવવાનું કાંઇક અવશિષ્ટ રહેલું હશે, એવી જ કલ્પના કરી શકાય છે. ઉષાના જીવવાથી પ્રભાતના આનંદની પરિસીમા રહી નહિહર્ષાતિશયથી તે ઉન્મત્ત જેવા બની ગયા.
પ્રેમ અંધ છે અને તેથી જેના હ્રયમાં એના નિવાસ થાય છે, તે પેાતાના પ્રેમીવિના બીજા કાઈને પણ જેઈ શકતા નથી. સ્નેહનું સ્વમ પણ જેટલું સુખદાયક અને મધુર હાય છે, તેટલી સુખદાયક આ સંસારમાં અન્ય એક પણ વસ્તુ હાય, એમ જાણવામાં આવ્યું નથી. સૂર્ય અને ચંદ્રના પ્રકાશના કદાચિત્ સદાનેમાટે લાપ થયેા સંભવિત છે; તારકા અગ્નિનું સ્વરૂપ ધારે, તે તે સંભવનીય છે અને સત્ય તે અસત્ય થઈ જવાને સંભવ પણ છે; પરંતુ જે વસ્તુ નિર્દોષ અને પવિત્ર પ્રણય અથવા સ્નેહના નામથી ઓળખાય છે, તેના કાઈ કાળે પણ–ગમે તેવા આધાત પડવા છતાં પણ લાપ થતા નથી; અને થાય પણુ કેમ ? કારણ કે, પ્રણયના લાપ અસંભવિત–સર્વથા અસંભવનીય છે. એનું કારણ એ છે કે, પરમેશ્વરનું પવિત્રમાં પવિત્ર સ્વરૂપ તે અખંડ પ્રય છે શુદ્ધ સ્નેહ છે.
લગભગ એક પ્રખવાડીયું વીત્યા પછી પ્રભાત અને ઉષાએ એજ સરેાવરતીરે એ અદ્ભુત મિલનની અદ્ભુત વાત્તાઁથી પરસ્પર આનંદ મેળવ્યેા હતા, પરંતુ તે પ્રેમસંભાષણુ જલચર મત્સ્ય, સ્થલચર પશુ અને ગગનચર પક્ષીએ વિના ખીજા કાઈના પણ સાંભળવામાં આવ્યું નહાતું. આનંદમાં દિવસે। વ્યતીત થવા લાગ્યા અને શેક ચાલ્યા ગયા. પરંતુ એ આનંદ સદાને માટે અચલ રહી શકશે કે? ના—અનુભવ આપણને એવા નિશ્ચય કરાવી શકતા નથી. ચક્ર પ્રમાણે સુખ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com