________________
૧૨૪
જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
મળશે. પણ પ્રભુ! હું તને એક બીજી વાત પૂછું છું. પ્રતિવર્ષે રાજા પણ રથયાત્રા જેવાને પધારે છે કે નહિ ?” ઉષાએ કાઈ ગૂઢ હેતુથી એ પ્રશ્ન કર્યાં. “હા; પ્રતિ વર્ષ તેમના અહીં આવવાના નિયમ છે. ગયે વર્ષે તે પણ તેમને જોયા હતા કે નહિ ? ભૂલી ક્રમ ગઈ ?” પ્રભાએ નિર્દોષ ઉત્તર આપ્યું.
ભૂલી નથી ગઈ, એટલામાટે જ પૂછું છું કે, રાજા આવતા હશે, તે વેળાએ તેમની સાથે મનુષ્યા પણ ધણાં જ આવતા હશે. પણ તે ઉતરે છે. કાં ?” ઉષાએ પુનઃ રહસ્યમય ભાવથી પૂછ્યું.
“તેઓ ક્યાં ઉતરે છે, એની તા મને ખબર નથી, પણ એટલું જાણું છું કે, જ્યારે સવારી નીકળે છે, ત્યારે રાજા અને તેના અનુચરા સર્વ માર્ગમાં લેવામાં આવે છે.” પ્રભાવતીએ કહ્યું.
“હુ સારું. પણ જે કાલે સંધ્યાકાળે તું એકલી ગઈ, તેા તને મારા ગળાના સમ છે. હું તારા હાથના આધાર લઇને ધીમે ધીમે ચાલી આવીશ. ત્યાં જઈને પેલા વટવૃક્ષ તળે જ આપણે ઊભાં રહીશું. એ અહુ જ શીતલ અને સુખદાયક સ્થાન છે. ક્રમ નહિ પ્રભે?” ઉષાએ કિંચિત્ હર્ષપૂર્વક ભાવથી એ વાક્યા ઉચ્ચાર્યાં અને ઉષાની ઇચ્છાને સ્વીકાર કરીને પ્રભાવતી પેાતાની માતા પાસે ચાલી ગઈ.
માતા પાસે આવીને પ્રભાવતીએ કહ્યું કે, જોવાની ઇચ્છા છે. તું રજા આપીશ કે નહિ ?” ના પાડી અને તેથી પ્રભાવતી વળી એક નવીન
*k
“ મા ! ઉષાની રચ માતાએ તેમ કરવાની ચિન્તામાં આવી પડી.
બીજે દિવસે જગન્નાથની રથયાત્રાના સમય આવી પહોંચ્યા. નાના પ્રકારના વાદ્યયંત્રાના ગનનભેદક ધ્વનિ થવા લાગ્યા અને સહસ્રાવધિ મનુષ્યાના “જય જગન્નાથ”ના ધ્વનિથી ચતુર્દિશા કંપવા લાગી. ઉષા પેાતાની શય્યામાં ઊઠીને બેઠી થઈ, અને પ્રભાવતીને ખેલાવતાં સાદ દીધા કે, પ્રભે !”
પ્રભાવતી ખીજા આરડામાં બેઠેલી હતી, તે ઉષાના સાદ સાંભળતાંજ તેની પાસે આવી પહોંચી અને ધીમા સ્વરથી કહેવા લાગી કે, “શું કહે છે?”
એ જ કે દર્શને નીકળવાના સમય થઈ ચૂકયેા છે, માટે ચાલ ઊતાવળ કર.” ઉષાએ પાતાની ઇચ્છા પ્રદર્શિત કરી.
“હું તેા તને લઈ જવાને તૈયાર છું, પણ મા ના પાડે છે.” પ્રજાએ કહ્યું.
“મા ના નહિ પાડે. માને અહીં ખેાલાવ, હું પોતે રજા લઇશ.” ઉષાએ પેાતાના હઠના ત્યાગ કર્યો નહિ અને કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com