________________
સાવરતીરે
૧૨૫ “મા ઘરમાં નથી. ઘરમાંથી બધાં દર્શન કરવાને ચાલ્યાં ગયાં છે”
પ્રભાનું એ ઉત્તર સાંભળીને ઉષાએ કહ્યું કે, “ત્યારે તારે ચિન્તા શાને કરવી જોઈએ છે? ચાલ ત્યારે આપણે પણ દર્શન કરવાને ચાલ્યાં જઈએ. મા જે કપ કરશે, તે હાથે પગે પડીને હું તેને સમજાવી લઈશ.”
“ના; બાઈ! મા મને મારી નાખે. જે ચાલવું જ હોય, તો થોડીવાર ભી જા. માને આવવા દે, એટલે તેને કહીને આપણે ચાલીશું.” પ્રભાએ હીને કહ્યું.
પણ જો મા જવા નહિ જ આપે, તે મારા મનની વાત મનમાં જ રહી જશે. હું તારાથી કાંઈ પણ છૂપાવતી નથી. બહેન! મારે માત્ર રથ જ નથી જોવે, પણ બીજું પણ બહુ જ અગત્યનું કાર્ય છે.” ઉષાએ મનોભાવ જણાવી દીધો.
બીજું શું કાર્ય છે?” પ્રભાએ અજ્ઞાત થઈને પૂછ્યું,
“જ્યારે તું સાસરે હતી, ત્યારે મેં એક વ્રત લીધું હતું. આજે તે વ્રતની સમાપ્તિ થએલી છે, પણ તેની અંતિમ એક ક્રિયા અદ્યાપિ બાકી રહેલી છે. એ ક્રિયા જે હું આજે કરીશ નહિ, તો મારો સર્વ પરિશ્રમ નિષ્ફળ થઈ જશે.” ઉષાએ પાછી વાતને ફેરવી નાખીને નવું નિમિત્ત બતાવ્યું.
એ ક્રિયા ઘરમાં થઈ શકે તેમ નથી કે શું? તને જે જે વસ્તુઓ જોઈએ તે હું લાવી આપું અથવા તે માને કહીને મંગાવી આપું.” પ્રભાવતીએ કાઈ પણ રીતે તેને નિશ્ચય ફેરવવા માટે એ ઉપાય બતાવ્યો.
ના–એમ થઈ શકે તેમ નથી. એ વ્રતમાં એક માળા પહેરવી પડે છે, અને જ્યારે તે માળા સૂકાઈ જાય છે, ત્યારે જે દેવના નામે વ્રત કરેલું હોય, તે દેવને જ તે માળા સમર્પણ કરવામાં આવે છે. હું સત્ય કહું છું કે, હું હવે બહુ દિવસ જીવવાની નથી; માટે મને તારી સાથે મંદિરમાં લઈ ચાલ, એટલે હું માળા દેવને સમપી દઉં.” ઉષાએ ઘણા જ વિનીત અને નમ્ર ભાવથી એ પ્રાર્થના કરી.
એટલું બોલીને ઉષાએ સાડીથી પોતાનું મુખ ઢાંકી દીધું. વાત કરતાં કરતાં ઉષાનાં નેત્રોમાં અશ્રુનો આવિર્ભાવ થયો હતો, તે પ્રભાવતીએ જોઈ લીધે હતો. એટલે તત્કાળ પિતાના પલ્લવથી તેનાં અધ્યુંએને લૂછીને તે સ્નેહપૂર્વક કહેવા લાગી કે, “ઉષે! હું તારે પગે પડું છું-તું આમ રોઈ રોઈને આંખો રાતી ન કર. ચિન્તા કરવાનું કશું પણ કારણ નથી. બીએ છે શા માટે ? તારે આ રોગ થોડા વખતમાં જ નષ્ટ થઈ જશે. મારા સમ જે હવે રડે છે.”
નાબહેન ! હું રોતી નથી, પણ તારા કહેવા પ્રમાણે આ મારો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com