________________
જગન્ના
૧૨૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય એ જાણવું વધારે અગત્યનું છે. ત્યારે ચાલે, વાચકે! આપણે પણ જગન્નાથપુરીમાં જઈએ અને ઉષાના હદયની સત્ય સ્થિતિની સમીક્ષા કરીએ, ચા–ત્વરાથી ચાલે.
સતમ પરિચ્છેદ
સરેવરતીરે આજ કાલ ઉષા બહુધા ખાનપાનને પણ ત્યજી બેઠી છે. બેસે છે, ત્યાં બેસી જ રહે છે અને સૂએ છે, તો શયામાંથી ઉઠતી જ નથી. સર્વથા અને સર્વદા અન્યમનસ્કા જ દેખાય છે. તેનું નૂતન પ્રસ્ફટિત થતું યૌવન આવેગશૂન્ય દષ્ટિગોચર થાય છે અને મુખમાં હાસ્યનો કઈ દિવસે પણ ઉદય થતું નથી. ગૃહનાં કાયોંમાં પણ તેનું મન લાગતું હોય, એમ જણાતું નથી. તેનું ચંપક પુષ્પ જેવું સુકામલ શરીર દિવસે દિવસે વધારે અને વધારે શુષ્ક અને નિર્બળ જ થતું જાય છે.
ઉષાએ પિતાની સાડીના પલ્લવમાં કેણ જાણે શી વસ્તુ બાંધી રાખી છે. ઉષા તેને દિવસમાં સેકડોવાર ખોલીને પોતે જુએ છે, પણ તે વસ્તુ બીજા કોઈને દેખાડતી નથી. કેઈ નિર્જન સ્થાનમાં જઈ ચકિત નેત્રાથી ચતદિશામાં દષ્ટિપાત કરીને અનેક વેળા તે વસ્તુને ઉષા પિતાના શિરોભાગને સ્પર્શાવે છે, હૃદય સાથે ચાંપે છે અને પણ જરા જેટલો પણ ધ્વનિ થયો કે, તેને પોતાની છાતીમાં છૂપાવી દે છે. ઉષાને એવું તે શું અમૂલ્ય રત્ન મળી ગયું છે, કે જેને તે આટલા બધા યત્નથી જાળવી રાખે છે અને તેનું કાઈને દર્શન પણ કરવા દેતી નથી?
ઉષાએ પાંચ છ વર્ષ રોદનમાં જ વીતાડ્યાં છે. પ્રથમ તે તે પિતાનાં માતાપિતાનું સ્મરણ કરીને સર્વ સમક્ષ રાયા કરતી હતી, પરંતુ હવે તે રોવામાટે પણ તે કેાઈ એકાંત સ્થળને વધારે પસંદ કરે છે; જ્યાં કોઈ પણ મનુષ્ય નથી હતું, ત્યાં બેસીને તે પોતાનાં નામાંથી અગાધ અશ્રુપ્રવાહ વહેવડાવે છે. પ્રથમ તો અનેક મનુષ્યો એનાં અશુઓને સૂકાવવાનો અને એને આશ્વાસન આપવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ હવે તે પોતાનાં અશ્રુ કોઈને દેખાડતી ન હોવાથી લૂછનાર પણ કઈ મળતું નથી. અચાનક જે રોદનસમયે કઈ આવી લાગતું હતું, તે તત્કાળ સાડીના છેડાથી તે અશ્રુઓ લૂછી નાંખતી હતી. જ્યારે શોકનાં સ્વાભાવિક ચિહ્નો તેના મુખમંડળમાંથી નીકળી નહોતો શકતાં, ત્યારે તે કૃત્રિમ હાસ્યની છટાથી તેમને છૂપાવવાને વ્યર્થ પ્રયત્ન કરતી હતી. શું તેણે કેઈની કોઈ વસ્તુ ચોરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com