________________
મૂર્તિ અને મહાત્સવ
૧૧૯
પ્રવાસના શ્રમથી અને આહારવિહારની યેાગ્ય વ્યવસ્થા ન રહેવાથી અનેક યાત્રાળુઆ રાગના ભાગ થઈ પડે છે. પુરીમાં પશુ યાત્રાળુઆના નિવાસ અને આહારની જોઇએ તેવી સારી વ્યવસ્થા હાતી નથી. પૂર્વે જણાવ્યા પ્રમાણે યાત્રાળુએ પેાતે તા રાંધી શકતા જ નથી, એટલે મંદિરના મહાપ્રસાદપર જ તેમને ગુજારા કરવા પડે છે. જ્યારે એ ભાતના મહાપ્રસાદ ગરમાગરમ તાને હાય છે, ત્યારે તે કાંઈ રાગાત્પાદક કે પથ્યવિરુદ્ધ હાતા નથી; પરંતુ તેવા ઉષ્ણુ પ્રસાદ ભાગ્યે જ યાત્રાળુઓના હાથમાં આવે છે, તેમ જ કેટલીકવાર ભાત ખરાખર ન રંધાયાની મા પણ સાંભળવામાં આવે છે. તેપણુ એ મહાપ્રસાદ અતિ પવિત્ર મનાતા હેાવાથી ઘેાડે ધણા પણ ખાવાવિના યાત્રાળુઓના છૂટકા થઈ શકતા નથી.
કેટલાક એવા અંધશ્રદ્ધાળુ હાય છે કે, પ્રસાદ ગમે તેટલા બગડેલે હાય, તાપણુ અકરાંતિયા થઈને તેને સ્વાહા કરી જાય છે. વળી ખરાબ પાણીની અસરથી પણ કેટલાક યાત્રિકા રાગના મુખમાં જઈ પડે છે. કારણ કે, પુરીમાંનાં બધાં તળાવા પવિત્ર ગણાય છે, પણ તે તળાવેામાંનું પાણી મલિન હેાય છે. પ્રત્યેક સરેાવરમાંથી થેાડું થેાડું જલપાન કરવું, એ યાત્રા કરનારનું એક ખાસ કર્ત્તવ્ય ગણાય છે. અર્થાત્ સારું કાર્ય હાય, તે પણ તે યેાગ્ય પ્રમાણમાં કરવાથી જ લાભકારક થઈ શકે છે અને અતિશય કરવાથી હાનિકારક જ થાય છે, એ સર્વમાન્ય સિદ્ધાન્તની સત્યતાના અનુભવ પુરીમાં સારી રીતે મળી શકે છે.
જગત્સુખકારિણી વર્ષાના આરંભકાળમાં જ જગન્નાથની રથયાત્રાના મહેાત્સવ આવે છે અને મહિને માસ યાત્રાળુઓ પુરીમાં પડ્યા પાથર્યો રહે છે; એટલે જે વેળાએ તે પેાતાના સ્વદેશમાં જવાને પાછા કરે છે, તે વેળાએ માર્ગમાં નદી, નાળાં અને તળાવેા પાણીથી ભરપૂર ભરેલાં હાય છે અને તેમને ઉલ્લંધવા માટે નૌકા સ્થાને સ્થાને રાખવામાં આવે છે. તેપણુ નૌકાની સંખ્યા ઐઇએ તેટલા પ્રમાણમાં ન હેાવાથી પૈસા આપવાને તૈયાર અને શક્તિમાન હાવા છતાં પણ દિવસાના દિવસ સુધી વર્ષામાં નદી કે નાળાંના તીરપર અનેક યાત્રાળુઆને બેસી રહેવું પડે છે. અનેકવાર નૌકા તૈયાર હાવા છતાં તે પાણીનું ભેર વધારે હાય, તેા પૂર ધટે ત્યાં સુધી અમથું પશુ મેસવું પડે છે. સેંકડા મનુષ્યે માર્ગમાં જ રામશરણ થઈ જાય છે. આ જગન્નાથ અને પુરીના જાણુવા યાગ્ય વૃત્તાન્ત છે.
હવે આપણે પ્રભાતને માર્ગમાં મૂક્યા હતા, તેની સ્મૃતિ કરવાની છે. પરંતુ તે આવી પહોંચે તે પહેલાં ઉષાના મનની શી સ્થિતિ છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com