________________
પુરી અને જગન્નાથનું આધુનિક મંદિર ૧૦૯ તેવી જ અનેક પ્રકારની ચમત્કારિક આખ્યાયિકાઓ એ મંદિર અને
તેમાંની મૂર્તિઓ વિશે સાંભળવામાં આવે છે. તે સર્વનો ઉલ્લેખ કરવા * માટે તે એક સ્વતંત્ર ગ્રંથ જ લખવો જોઈએ. તે પણ જનમનોરંજન માટે તે મંદિર અને તેમાંની મૂર્તિની સ્થાપના વિશે જે ઐતિહાસિક આખ્યાયિકા પ્રવર્તે છે, તે પ્રકટ કરવી યોગ્ય અને ઉચિત છે.
પંચમ પરિચ્છેદ પુરી અને જગન્નાથનું આધુનિક મંદિર ગત પરિચ્છેદમાં જગન્નાથની સ્થાપનાનું આપણે કેટલુંક વર્ણન કર્યું, પરંતુ તેનો સઘળો આધાર દંતકથાઓ પર રહેલો છે. તે સંબંધી જે આધુનિક ઇતિહાસ અન્યત્ર મળી શકે છે, તેનું જ આ પરિચ્છેદમાં વિવેચન કરવાનું છે.
પુરી અને જગન્નાથનું મંદિર, ઓરીસા એટલે ઉત્કલ દેશમાં આવેલાં છે, માટે પ્રથમ તે દેશનું આપણે કિંચિત દિગ્દર્શન કરીશું અને પછી મંદિરનો ઉલ્લેખ અને તેના મહોત્સવનું વર્ણન કરવામાં આવશે. જે વાચકોને આવા પરિચ્છેદ કંટાળાભરેલા લાગે, તેઓ આ પરિચ્છેદેને ત્યાગ કરીને માત્ર પાત્ર સંકલનવાળા પરિચ્છેદો વાંચશે, તો પણ વાર્તાને સંબંધ તૂટે તેમ નથી. ઇતિહાસપ્રિય વાચકોને તો આવા પરિચ્છેદ કેટલાંક કારણસર ગમશે જ.
પ્રખ્યાત ચીની પ્રવાસી હએનસંગે પિતાના પ્રવાસગ્રંથમાં એડ નામક એક રાજ્યને ઉલ્લેખ કરેલો છે. એ આડ અથવા ઉર્દૂ દેશ તે સાંપ્રતનો ઓરીસા પ્રાંત છે. તામ્રલિસિથી નિત્યે ૭૦૦ લી (૧૧૬ માઈલ) ના અંતરે ઉ દેશની રાજધાની હતી. એ અંતર જહાજપુરથી ઘણું જ મળે છે. રાજ્યને ઘેરાવો ૧૧૬૭ માઇલનો હતો અને તેના આગ્નેય કાણમાં સમુદ્ર વિસ્તરેલો હતો. ચરિત્રપુર નામક એક બંદર હતું. હાલમાં જગન્નાથપુરીના નામથી જે સ્થાન ઓળખાય છે, તે એ ચરિત્રપુર જ હોવું જોઈએ. કનિંગહામના અભિપ્રાય પ્રમાણે એ નગરના બહિભગમાં પાંચ સૂપ હતા. તેમને એક સૂપ તે આધુનિક જગન્નાથનું મંદિર છે, એવી કલ્પના દ્ધ ધર્મના ઈતિહાસમાં શ્રદ્ધા રાખનારાઓ કરે છે. એ મંદિરમાંની જે મુખ્ય ત્રણ મૂર્તિઓ (એક મુખ્ય મૂર્તિ જગનાથની અને બીજી બે અનુક્રમે બલરામ અને સુભદ્રાની) છે, તે કઈ પણ પ્રકારના વિશેષ આકાર વિનાની છે. આથી તેઓ એમ કહે છે કે, તે બુદ્ધ ધર્મમાંના બુદ્ધ, ધર્મ અને સંધ એ ત્રયીની મૂર્તિઓ છે.
૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com