________________
જગન્નાથના પુરાતન પૌરાણિક ઇતિહાસ
૧૦૭
ઇચ્છા થએલી છે. આ નીલ પાષાણુમૂર્તિમાં હવે તું મારા સાક્ષાત્કાર અનુભવી શકીશ નહિ. આજ પછી હું વિશ્વપતિ જગન્નાથના નામથી પ્રસિદ્ધ થઇશ.”
સસરા જમાઈ બંને ઘેર આવ્યા અને વ્યાયે પેાતાના જમાઇને તેના રાજા પાસે જને વિષ્ણુશેાધવિશેના એ સમાચાર આપી આવવાની આજ્ઞા આપી. વિપ્ર ત્યાં ગયા. એ સમાચાર સાંભળીને માળવાના રાજાના આનન્દના પાર રહ્યો નહિ. તે પેાતાની એક વિશાળ સેના અને અંગરક્ષકાની શ્રેણી જ માટી સંખ્યા સાથે જગન્નાથના દર્શન કરવામાટે એરીસા પ્રતિ ચાલતા થયા. મૂર્ત્તિવાળા સ્થાને પહોંચવામાં થેાડા જ વિલંબ હતા, તે વેળાએ તેના મનમાં ગર્વના એકાએક એવા ભાવ થયા કે, “મારા જેવા પ્રભાવશાળી હવે ખીજે કાણુ છે! વિશ્વપતિ જગન્નાથે પેાતે મને મંદિર બંધાવવાની આજ્ઞા કરેલી છે અને આવા અજ્ઞાનાંધકારના સમયમાં તેના નામને પ્રસાર કરવાના ભાર પણ મારા શિરે જ નાખેલા છે.” વિષ્ણુને એ ગર્વોક્તિ ગમી નહિ, એટલે મૂર્તિ ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. પરન્તુ એટલી આકાશવાણી થઈ ખરી કે, હું રાજન્ ! તું મારું મંદિર અવશ્ય બંધાવીશ, પણ તને મારે સાક્ષાત્કાર થશે નહિ. જે વેળાએ - મંદિર ચણાઈને તૈયાર થશે, તે વેળાએ મૂર્તિના તારે નવેસરથી શેાધ
કરવા પડશે.” રાજા જ્યારે ઉભુંબર વૃક્ષ પાસે આવી પહોંચ્યા, તે વેળાએ તે મૂર્ત્તિ તેના જોવામાં આવી નહિ. તે પૃથ્વીના ગર્ભમાં સમાઈ ગએલી હતી.
રાજા વિષ્ણુના ધણા જ આજ્ઞાધારક ભક્ત હાવાથી તેણે પુરીમાં એક મહા ભવ્ય અને વિશાળ મંદિર બનાવ્યું અને જ્યારે તે સર્વથા તૈયાર થઈ ગયું, ત્યારે વળી પણ એક વાર તે અદૃશ્ય થએલી મૂર્ત્તિને શોધવામાટે પ્રત્યેક દિશામાં બ્રાહ્મણા દોડાવ્યા. પરંતુ લાંક વર્ષોં વીતી જવા છતાં પણુ વિષ્ણુ ભગવાનના પત્તો લાગ્યા નહિ. અંતે જે વેળાએ રાજાનું બધું અભિમાન ઊતરી ગયું, તે વેળાએ એક દિવસ રાત્રે ભગવાને તેને સ્વમમાં દર્શન આપ્યું અને કહ્યું કે, “આવતી કાલે તું સમુદ્રતીરે જજે, ત્યાં સમુદ્રની લહરીમાંથી તને એક ૮૪ યવ લાંખા અને ૨૦ યવ પહેાળા કાછના કકડા મળશે. એ જ મારું સત્ય સ્વરૂપ છે. એ કાઇને ઉપાડીને કાઈ ગુપ્ત સ્થળમાં એકવીસ દિવસ સુધી રાખી મૂકજે, ત્યાર પછી હું જે રૂપમાં તારા જોવામાં આવ્યું, તે રૂપમાં મારી પૂજામાટે બંધાવેલા તારા મંદિરમાં મારી સ્થાપના કરજે.”
આજ્ઞા પ્રમાણે ખીજે દિવસે પ્રાતઃકાલમાં રાજા ઘણી જ આતુરતા અને ત્વરાથી સમુદ્રતીરે ગયા અને ત્યાં તેને પૂર્વકથિત કાની પ્રાપ્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com