________________
૧૦૮ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય થઈ. એ કાઈને તે બહુ જ પ્રતિષ્ઠાથી પુરીમાં લઈ આવ્યા. એ કાઈ વજ સમાન કઠિન હતું. ઘણુક સુતાએ એના પર ઘડવા માટે પિતાનાં હથિયારો ચલાવ્યાં, પણ તે લોઢાના હથિયારોની ધાર જ જતી રહી અને કાછુપર કરેલ પ્રહાર પોતાના હાથપર આવીને પડવા લાગ્યો. એટલે રાજાએ ઘડવા વિના જ કાછને પોતાના મહાલયના એક ગુપ્ત ઓરડામાં રખાવ્યું અને એકવીસ દિવસ પહેલાં એ ઓરડામાં કોઈએ પણ જવું નહિ, એવો સખ્ત હુકમ જાહેર કરી દીધો. રાણીએ એ ચમકાર વિશે બધી વાતો સાંભળેલી હોવાથી તે પોતાની અધીરતાને દબાવી શકી નહિ અને કોઈ પણ રીતે મૂત્તિવાળા ઓરડાનાં દ્વાર ઉઘાડવાને તેણે પ્રયત્ન કર્યો. જ્યારે ઓરડે ઊપાડીને તેણે જોયું ત્યારે તે કાઇના ત્રણ ભાગ થઈ ગએલા તેને દેખાયા. એ ત્રણ ભાગ તે ત્રણ ભિન્ન ભિન્ન મૂર્તિઓ હતી. કટિથી ઉપરનો ભાગ જ કેરાઈને તૈયાર થયો હતો અને નીચેનું સ્વરૂપ હજી બંધાયું ન હતું. એમાં એક જગન્નાથની મૂર્તિ હતી અને બીજી બે તે અનુક્રમે બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ હતી.
એક સ્ત્રીની અધીરતાથી ભગવાનની મૂર્તિઓ અડધા હાથવાળી અને પગ વિનાની ખંડિત રહી ગઈ. જે એકવીસ દિવસ સુધી રાણીએ પોતાની આતુરતાને સંભાળી રાખી હોત, તે જગન્નાથની મૂર્તિ ઘણી જ સુંદર અને સ્વરૂપવતી થઈ હતી અને આવા કંટાળા ભરેલા સ્વરૂપમાં તે જોવામાં આવી હોત નહિ, એમ પૌરાણિક સિદ્ધાન્તના અનુયાયી જનોને કહેવું છે. રાજાએ ઘણી જ મેટી ધામધૂમથી મૂત્તિની પ્રતિષ્ઠા કરી અને તેને તેના બંધુ તથા તેની ભગિની સહિત પુરીના ભવ્ય મંદિરમાં સ્થાન આપ્યું. મંદિરમાં જગન્નાથની મૂર્તિની સ્થાપના કરી. માળવાના રાજાએ જેની સ્થાપના કરી હતી, તે મૂર્તિઓ આજે પણ હિન્દુઓ અમુક કર આપવાથી પુરીમાં જોઈ શકે છે. કરના નામે ત્યાંના ધર્મગુરુઓ હજાર રૂપિયા કમાય છે. જગન્નાથ અથવા વિશ્વસ્વામીની પૌરાણિક ઉત્પત્તિનો ઈતિહાસ આ પ્રમાણેનો છે.
કાળ પ્રત્યેક પદાર્થનો નાશ કરી નાખે છે, એ એક સર્વ સાધારણ નિયમ છે અને તે નિયમ અનુસાર કાળના પ્રહારથી માળવાના રાજાએ બંધાવેલા એ ભવ્ય મંદિરનો પણ નાશ થઈ ગયો હતે. આપણી નવલકથાના સમયમાં જગન્નાથનું જે મંદિર અસ્તિત્વ ધરાવતું હતું અને આજે પણ પિતાના ઉન્નત શિખરોથી પૂર્ણ અભિમાન દર્શાવતું જે - મંદિર જોવામાં આવે છે, તે મંદિર ઘણું જ પાછળથી એટલે બહુધા
. સ. ૧૧૯૮ માં બંધાવવામાં આવ્યું હતું. પ્રથમ મંદિર અને તેમાંની મૂર્તિઓ વિશે આપણે જેવી ચમત્કારિક કથા વાંચી આવ્યા છીએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com