________________
૧૧૨ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય વર્ણનમાં ઉડ્રદેશ આવેલ છે, ઉત્કલનો નામોલ્લેખ નથી. કાલિદાસે રઘુદિગ્વિજયમાં વિંગ અને કલિંગ દેશના મધ્યમાં ઉત્કલને ઉલ્લેખ કર્યો છે અને ઉડનું નામ નથી આપ્યું. એથી બહુધા એવું જ અનુમાન કરી શકાય છે કે, એ બન્ને દેશો ભિન્ન જ હતા. પરંતુ કોઈ કાઈવાર એક જ રાજાની સત્તામાં હેવાથી ઉભય દેશો એકબીજાના નામથી ઓળખાતા હતા.
હુએનસંગે સમતટ, તામ્રલિપ્ત અને ઉર્દૂ એ પ્રદેશ ભાગીરથીના મુખથી તે મહાનદીપર્યન્ત સમુદ્રતીરે હોવાનું લખેલું છે. કાલિદાસે ભાગીરથીના પૂર્વ દિશાના ભાગ પાસેથી દક્ષિણ દિશામાંના સમુદ્રતીરપર્યન્ત સુદ્ધ, રંગ અને ઉત્કલ દેશ હેવાનું વર્ણન કરેલું છે અને મહાભારતમાં હિંગ, તામ્રલિપ્ત, કર્વટ અને સુહ્મ એવો ક્રમ આપેલો છે. તામ્રલિપ્તને પ્રદેશ વિંગદેશની પશ્ચિમે હતો, એમ હુએનસંગના વર્ણનથી સ્પષ્ટ થાય છે અને સુક્ષ્મ જંગથી પૂર્વ દિશામાં હતું, એમ કાલિદાસના વિવેચનથી સ્પષ્ટ થઈ શકે છે. ભીમ યંગદેશમાં વિજય કરીને પ્રથમ દક્ષિણમાં આવ્યો હશે અને ત્યાર પછી પૂર્વ દિશામાં ગયો હશે. વંગ તે જ હુએનસંગનો સમતટ દેશ હોવો જોઈએ, એમ વર્ણનના સામ્યથી કલ્પી શકાય છે. વરાહમિહિરે એ ઉભયને ભિન્ન દર્શાવ્યા છે. એથી એમ ધારી શકાય છે કે, ગંગાના મુખના ભાગને સમતટ અને ઉપરના ભાગને વંગ, એવું નામ આપેલું હશે. એ સિદ્ધાન્તથી પૂર્વ દિશાથી લઈને આવી રીતે અનુક્રમ બાંધી શકાય છે;-સુહ્મ, વંગ અથવા સમતટ, તામ્રલિપ્ત, ઉત્કલ, ઉડૂ અને એ સર્વની દક્ષિણે કલિંગદેશ. કાલિદાસે કહેલી કપિશા, તે હાલમાં તાલૂકના આગ્નેય કોણમાં પાસે જ વહન કરતી કસઈનદી હેવી જોઈએ. અસ્તુ. હવે આપણે આપણું મૂળ વિષય પર આવીશું.
એ એક ઐતિહાસિક મત કેટલાક તરફથી કરવામાં આવે છે કે, જગન્નાથનું મંદિર તે બૌદ્ધ ધર્મનો એક સ્તૂપ છે અને તેમાંની મૂર્તિઓ પણ બદ્ધ ધર્મના એક અમુક તત્વનું જ દર્શન કરાવે છે. એના સમર્થનમાં એક દંતકથા પ્રચલિત છે. બુદ્ધના એક સ્તૂપમાંથી ક્ષેમ નામક એ બૌદ્ધ ધર્મના ઉપાસકને બુદ્ધને એક દાંત મળ્યો અને તેણે તે કલિંગદેશના રાજા બ્રહ્મદતને આપે. રાજાએ એ દાંતની પ્રતિષ્ઠામાં એક મહાન મંદિર બંધાવ્યું. જે સ્થળે એ મંદિર બાંધવામાં આવ્યું હતું, તે સ્થાન દંતપુરના નામથી * "वंगानुत्खाय तरसा नेता नौसाधनोद्यतान् । निचखान जयस्तंभान गंगास्रोतोन्तरेषु च ॥ ३६ ॥ स तीा कपिशां सैन्यैर्बद्धद्विरदसेतुभिः । उत्कलादर्शितपथः कलिंगाभिमुखो ययौ ॥३८॥ रघुवंशः सर्ग ४.
(ાહિતા)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com