________________
પુરી અને જગન્નાથનું આધુનિક મંદિર ૧૧૧ આવ્યા હતા અને તે દેશમાં વૈતરણી નદી હતી. એથી એવું અનુમાન કરી શકાય છે કે, કલિંગદેશનું રાજ્ય કોઈ એક સમયે ઉત્તર દિશામાં વૈતરણી નદીથી પણ દૂરના પ્રદેશમાં પ્રસરેલું હોવું જોઈએ અને તેથી ત્યાં સૂધીને પ્રદેશ કલિગના નામથી લોકેામાં ઓળખાતો હોવો જોઈએ. તેમ જ ઉત્કલ-ઉને સમાવેશ પણ એમાં જ થતો હશે. તથાપિ મુખ્ય કલિગદેશ એની દક્ષિણે હતો, એમ ભારત આદિ ગ્રંથોના આધારે ધારી શકાય છે. હુએનસંગના વર્ણનથી પણ એ જ વાર્તા સિદ્ધ થાય છે. - ત્રિકાંડશેષ કેષમાં ઉત્કલ અને ઉડૂ એ એક જ દેશનાં બે ભિન ભિન્ન નામે છે, એમ જણાવેલું છે. તથાપિ મહાભારતના ભીષ્મપર્વના નવમા અધ્યાયમાં અને બૃહતસંહિતામાં ઉત્કલ અને ઉડૂ એ બે ભિન્ન દેશ છે, એ ઉલ્લેખ કરેલો છે. પરંતુ ભારતમાંના દિગ્વિજયના
* (ગંગાસાગર સંગમમાં સ્નાન કરીને)
ततः समुद्रतीरेण जगाम वसुधाधिपः । भ्रातृभिः सहितो वीरः कलिंगान् प्रति भारत ॥ ३ ॥
તે સ્ટિંટ જૌન્તય ચત્ર વૈતાળી નવી (વનપર્વ. . ૧૧) એની પછીના વર્ણનથી વૈતરણું નદી મહેન્દ્ર પર્વત પાસે હતી, એમ દેખાય છે. દક્ષિણ ભારતવર્ષના પૂર્વ તીરના પર્વતની શ્રેણિ મહાનદીથી આગળ નથી. મહેન્દ્ર પર્વત પણ મહાનદીની દક્ષિણે હતું, એ કલિંગદેશના વર્ણનમાં ઉલ્લેખ કરેલ છે. મત્સ્યપુરાણમાં વૈતરણુની ઉત્પત્તિ વિંધ્યાદ્રિમાંથી થએલી જણાવી છે. મહાનદી વિંધ્યાદ્રિની પૂર્વશાખામાંથી નીકળેલી છે. વર્તમાન વૈતરણી વિંધ્યાદ્રિ માંથી નીકળેલી નથી. એથી મહાભારતમાંની વૈતરણું તે વર્તમાન કાળની મહા નદી હોવી જોઈએ, એવું છે કે અનુમાન થાય છે, પરંતુ અત્યારે વૈતરણીને નામે ઓળખાતી નદી મહાનદી નથી, કિન્તુ બીજી જ છે, એટલો એમાં પ્રત્યવાય આવી પડે છે. પાંડ ચતરણીના તીરે આવ્યા, તે વળાના વર્ણનમાં એક ચમત્કારિક કથા વર્ણવેલી છે. તે આ પ્રમાણે –“સ્વયંભૂ વિશ્વકર્માએ એ પ્રદેશમાં ચા કરીને દક્ષિણમાં કશ્યપને સમસ્ત પૃથ્વી આપી દીધી હતી. પોતે મર્યના હાથમાં જવાથી પૃથ્વી કપાયમાન થઈ અને રસાતલમાં જવા લાગી. ત્યારે કશ્યપે પોતાના તપના પ્રભાવથી તેને સંતુષ્ટ કરી. એટલે પૃથ્વી પુનઃ વેદીના રાજપથી બહાર આવી. એ વેદી સમુદ્ર પાસે જ હતી. જે વેળાએ પાંડે ત્યાં ગયા, તે વેળાએ પણ એ વેદી ' ત્યાં હતી. તે વેદીપર ચઢયા એટલે તે સમુદ્રમાં જતી હતી અને અમુક મંત્રજપના બળથી પાણીમાં તે ડૂબતી નહતી. ધર્મરાજ એમાં બેસીને સમુદ્રયાત્રાએ ગયા હતા.
1 મોલ્લ ૩૪નામાનઃ” ૧૧ in ત્રિરોગ મૂનિવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com