________________
૧૧૦ જગન્નાથની મૂર્તિ અને ભારતનું ભવિષ્ય
એરીસામાં જે વેળાએ બલિષ્ઠ રાજાની સત્તા ચાલતી હતી, તે વેળાએ એ દેશની સીમા ઉત્તર દિશામાં હુગલી અને દામુદા નદી સુધી અને દક્ષિણ દિશામાં ગોદાવરી નદી પર્યન્ત હતી, એમ કહેવામાં આવે - છે. પરંતુ પ્રાચીન ઉડૂ દેશની સીમામાં મહાનદીના પ્રદેશને અને સુવર્ણરેષા નદીના નીચેના ભાગમાં આવેલા પ્રદેશનો જ માત્ર સમાવેશ થતો હતો. એમાં હાલના કટક અને સંબલપુર એ જીલ્લાઓ અને મેદિનીપુરનો કેટલોક ભાગ માત્ર આવે છે. એની પશ્ચિમે ડવણુ (ગૌડવન), ઉત્તરે સિગભૂમ (સિંહભૂમિ) અને જશપુર (યશપુર) ની ટેકરીઓ, પૂર્વ દિશામાં સમુદ્ર અને દક્ષિણે ગંજમ પ્રાંત આવેલ છે. હુએનસંગના સમયમાં પણ એની એ જ મર્યાદા હેવી જોઈએ, એમ જણાય છે; કારણ કે, તે વેળાના અને અત્યારના ઘેરાવાની ગણનામાં વધારે તફાવત આવતો નથી.
એ દેશની પ્રાચીન રાજધાનીના નગરનું નામ કટક હતું અને તે મહાનદીના તીરપ્રાંતમાં હતું. પરંતુ છઠ્ઠા શતકના આરંભમાં ભુવનેશ્વરનું મંદિર ચણાવનાર રાજા યયાતિ કેસરીએ વિતરણી નદીના તીરે યયાતિપુર (જાતિપુર) નામક પોતાની રાજધાનીનું નવીન નગર , વસાવ્યું. એનું વર્તમાન નામ જહાજપુર અથવા જાજપુર છે. આપણું નવલકથાના સમયમાં પણ રાજધાનીનું નગર એ જ હતું, એ તો આપણે જાણી ચૂક્યા છીએ જ. એ દેશના નિવાસીઓની ભાષા અને ઉચ્ચારે મધ્ય આર્યાવર્તના લકે કરતાં ભિન્ન પ્રકારનાં હતાં, એમ હુએનસંગે ઉલ્લેખ કર્યો છે, અને અત્યારે પણ તેવી જ સ્થિતિ જોવામાં આવે છે.
એની પશ્ચિમે પુષ્પગિરિ નામક એક પર્વત હતો અને તે પર્વતમાં એક સ્તૂપ તથા એક વિહારનું અસ્તિત્વ હતું. એ પર્વત તે વર્તમાન કાળના ઉદયગિરિ ને ખંડગિરિ નામક પર્વતો જ હોવા જોઈએ. એ પર્વતોમાં શ્રદ્ધોની અનેક ગુહાઓ અને લેખે મળી આવ્યાં છે. એ ટેકરીઓ કટકથી દક્ષિણે દશ માઇલપર આવેલી છે. એની પૂર્વ દિશાએ પાંચ માઇલપર ભુવનેશ્વર નામક અનેક દેવાલયોવાળું સ્થાન છે. એનું વર્ણન આપણે કરી આવેલા હોવાથી વધારે વિવેચનની આવશ્યક્તા નથી.
સહદેવના દક્ષિણ દિગ્વિજયમાં ઉદેશનું નામ આવેલું છે. વરાહહિરે પર્વ દિશામાં ઉડૂ દેશ હોવાનો ઉલ્લેખ કરેલો છે. વિતરણ નદી અતિ વિશાનું છે. પાંડવો તીર્થયાત્રા કરતા કરતા એ નદીના તીરે આવી પહોંચ્યા હતા. પરંતુ એ નદી કલિંગદેશમાં હતી, એમ લખેલું છે. ગંગાસાગર નામક સંગમમાં સ્નાન કર્યા પછી તેઓ કલિંગ દેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com